Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

ડો.પ્રદીપ કણસાગરા અને ડો. સુશીલ કારીઆ લિખિત પુસ્‍તક ‘પ્રોસ્‍ટેટ'નું વિમોચન

કિડની હોસ્‍પિટલના મહાનુભાવોની ઉપસ્‍થિતિ : પુસ્‍તક વિનામૂલ્‍યે મેળવી શકાશે

રાજકોટ : ‘પ્રોસ્‍ટેટ'  વિશેનું ડો. પ્રદીપ કણસાગરા તથા ડો. સુશીલ કારીઆ લિખિત પુસ્‍તક વિમોચન શ્રી ઉમાસદન સિનીયર સીટીઝન ક્‍લબ, રાજકોટ દ્વારા શ્રી શિવલાલભાઈ ઘોડાસરાના ફાર્મહાઉસ, ખાતે દાતા, પાટીદાર અગ્રણી અને ટ્રસ્‍ટી જીવનભાઈ ગોવાણીના વરદ હસ્‍તે  કરવામાં આવ્‍યું. 

આ પ્રસંગે શ્રી ઉમાસદન સિનીયર સીટીઝન ક્‍લબ, રાજકોટના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ચારોલા, કન્‍વીનર શ્રી જયંતીભાઈ નાયકપરા, મંત્રીશ્રી ઓધવજીભાઈ ભોરણીયા, પાટીદાર અગ્રણીશ્રી શિવલાલભાઈ અદ્રોજા ટ્રસ્‍ટીશ્રી અને પાટીદાર અગ્રણી શ્રી શિવલાલભાઈ ઘોડાસરા, ઉધોગપતિ શ્રી મુકેશભાઈ સીનોજીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

ઉપરોક્‍ત કાર્યક્રમમાં ૨૭૫ સીનીયર સિટીઝનોએ હાજરી આપેલ અને આનંદની લાગણી વ્‍યક્‍ત કરી જણાવેલ કે આ ‘પ્રોસ્‍ટેટ' પુસ્‍તક ખુબ જ સરળ ગુજરાતી ભાષામાં લખાયેલ છે તે માટે તેમણે ખુબ અભિનંદન આપેલ અને જણાવેલ કે આ પુસ્‍તકથી લોકોને ખુબ ઉપયોગી માહિતી મળી રહેશે.

આ પ્રસંગે બી.ટી.સવાણી કિડની હોસ્‍પીટલના સ્‍થાપક મેનેજીંગ ટ્રસ્‍ટી અને પૂર્વ ચેરમેનશ્રી ડો. પ્રદીપ કણસાગરા, સુપ્રસિદ્ધ યુરોલોજીસ્‍ટ ડો. સુશીલ કારીઆ  અને યુરોલોજીસ્‍ટ ડો. દીપલ પનારાએ પ્રોસ્‍ટેટનો પરિચય, રચના, કાર્યો, લક્ષણો, બિમારી અને સારવાર વિષે વક્‍તવ્‍ય આપી હાજર રહેલ લોકોને માહિતગાર કર્યા હતા અને ઉપસ્‍થિત સીનીયર સિટીઝનોએ પુછેલ પ્રશ્નોના જવાબ આપવામાં આવેલ. કાર્યક્રમમાં હાજર રહેલ તમામ મહેમાનોને વિનામૂલ્‍યે પુસ્‍તક વિતરણ કરવામાં આવેલ.

આ પુસ્‍તક શ્રી જીણાભાઇ કણસાગરા ચેરીટેબલ ટ્રસ્‍ટની ઓફીસ કેપ્રેજ ઇલેક્‍ટ્રોનીક્‍સ, કણસાગરા હોસ્‍પિટલ, એસ્‍ટ્રોન ચોક, રાજકોટ, ફોન નંબર - ૦૨૮૧-૨૪૫૫૦૬૪ ખાતેથી વિના મુલ્‍યે મળી શકશે.

 

(4:01 pm IST)