Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસે 19 ઓક્ટોબર સુધી પ્રવાસ મુલતવી રાખ્યો : ચૂંટણી કમપેનમાં શામેલ સ્ટાફમાંથી 2 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા લેવાયેલો નિર્ણય

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસે 19 ઓક્ટોબર સુધી પ્રવાસ મુલતવી રાખ્યો છે.તેમના સ્ટાફમાં શામેલ બે ક્રૂ મેમ્બરને  કોરોના પોઝિટિવ આવતા ઉપરોક્ત  નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી કમપેન દ્વારા જણાવાયા મુજબ જો બિડન તથા સુશ્રી કમલા 8 ઓક્ટોબરથી પ્રવાસમાં સાથે હતા.અને તેમનો બંનેનો રિપોર્ટ દરેક વખતે  નેગેટિવ આવ્યો છે.પરંતુ તેમની સાથેના 2 સ્ટાફને પોઝિટિવ રિપોર્ટ આવતા સાવચેતીના પગલાં રૂપે હાલની તકે 19 ઓક્ટોબર સુધી પ્રવાસ મુલતવી રાખી ઓનલાઇન કમપેન ચાલુ રાખવાનું નક્કી કરાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(5:29 pm IST)
  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST