Gujarati News

Gujarati News

News of Sunday, 15th August 2021

અમેરિકાના સાન્ટા ક્લેરા કાઉન્ટી બોર્ડ ઓફ એજ્યુકેશનમાં ખાલી પડેલી જગ્યા ઉપર સુશ્રી તારા શ્રીકૃષ્ણનની પસંદગી : છ ટ્રસ્ટીઓમાંથી ચાર ટ્રસ્ટીઓ દ્વારા પસંદગી કરાતા મંજૂરીની મહોર

સાન્ટા ક્લારા : અમેરિકાના સાન્ટા ક્લેરા કાઉન્ટી બોર્ડ ઓફ એજ્યુકેશનમાં ખાલી પડેલી જગ્યા ઉપર સુશ્રી તારા શ્રીકૃષ્ણનની પસંદગી કરવામાં આવી છે. છ ટ્રસ્ટીઓમાંથી ચાર ટ્રસ્ટીઓ દ્વારા પસંદગી કરાતા મંજૂરીની મહોર લગાવાઇ છે.

સુશ્રી તારા શ્રીકૃષ્ણન ભૂતપૂર્વ ટ્રસ્ટી કેથલીન કિંગનું સ્થાન લેશે .જેમણે જૂન મહિનામાં રાજીનામું આપ્યું હતું .

સુશ્રી તારાએ ક્યુપરટિનો પબ્લિક સ્કૂલમાંથી શિક્ષણ લીધું છે. તથા મિલ્સ કોલેજમાંથી સ્નાતક થયા છે. સાન્ટા ક્લેરા કાઉન્ટી બોર્ડ ઓફ એજ્યુકેશનમાં પસંદગી થતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી તથા જણાવ્યું હતું કે તેઓ શૈક્ષણિક પ્રશ્નો હલ કરવાની નેમ ધરાવે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)