Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ડોનાલ્ડ ટ્રમ્પ વંશીય ભેદભાવ ધરાવે છે : અમેરિકા વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે : પ્રેસિડન્ટ પદ માટે ટ્રમ્પ યોગ્ય નથી : અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિચેલ ઓબામા

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ થનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિક પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન વચ્ચે સ્પર્ધા છે.જો બિડનના પ્રચારમાં પૂર્વ પ્રેસિડન્ટ બારાક ઓબામા તથા તેમના પત્ની મિચેલ ઓબામા કાર્યરત છે.
આ સંજોગોમાં તાજેતરમાં મિચેલ ઓબામાએ વિડિઓ શેર કર્યો છે.જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે.જે મુજબ ટ્રમ્પને વંશીય ભેદભાવ ધરાવતા  હોવાનો આક્ષેપ કર્યો છે.વિડીઓમાં જણાવ્યા મુજબ અમેરિકા અત્યારે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું હોવાનું કહી ટ્રમ્પને પ્રેસિડન્ટ પદ માટે અયોગ્ય ઉમેદવાર ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ પદ માટેના આ બંને ઉમેદવારો વચ્ચે આગામી 16 ઓક્ટોબરના રોજ બીજી ડિબેટ યોજાનાર છે.જેમાં કોરોના સંક્રમિત થયા પછી બહાર આવેલા ટ્રમ્પ ભાગ લેવાના છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)