Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

15 સપ્ટેમ્બર 2021 ના રોજ સ્પેસએક્સની પ્રથમ સમાનવ યાત્રા : અબજોપતિ ઇસાકમેનના નેતૃત્વમાં લોન્ચ થનારી આ અવકાશયાત્રા કેનેડી સ્પેસ સેન્ટર નાસાના પેડ 39A થી ઉપડશે : પૃથ્વીને ફરતી ત્રણ દિવસની યાત્રા કરશે : ચાર અવકાશયાત્રીઓ જોડાશે

ફ્લોરિડા : 15 સપ્ટેમ્બર 2021 ના રોજ સ્પેસએક્સની પ્રથમ સમાનવ યાત્રા યોજાશે . કેનેડી સ્પેસ સેન્ટર નાસાના પેડ 39A થી અબજોપતિ ઇસાકમેનના નેતૃત્વમાં લોન્ચિંગ થનારી તથા સખાવતના હેતુથી યોજાનારી  આ અવકાશ યાત્રામાં 4 અવકાશયાત્રીઓ જોડાશે. જેઓ પૃથ્વીને ફરતી ત્રણ દિવસની યાત્રા કરશે .

આ ચારે અવકાશયાત્રીઓ સ્પેસએક્સની ક્રૂ ડ્રેગન કેપ્સુયલમાં ખાસ પ્રદક્ષિણા પથ પર દર નેવું મિનિટનું એક પૃથ્વીની ફરતે ચક્કર મારશે. ત્રણ દિવસની આ અવકાશયાત્રા પુરી થયા બાદ ડ્રેગન કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પરત આવશે.

ડ્રેગન કેપ્સ્યુલ ફલોરિડાના દરિયામાં સોફટ લેન્ડિંગ કરશે. આ મિશનનો કમાન્ડ જેને સોંપવામાં આવ્યો છે તે 37 વર્ષનો જેક આઇઝેકમેન તાલિમબદ્ધ પાયલટ છે. તે ઇન્ટિગ્રેટેડ પેમેન્ટ પ્રોસેસિંગ કંપની શિફ્ટ4 પેમેન્ટનો સીઇઓ છે.

અબજોપતિ આઇઝેકમેને  સેંટ જ્યુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ માટે લાખો ડોલરનું ભંડોળ ઉભું કરવા માટે આ ફલાઇટ ખરીદી છે. તેણે સેેંટ જ્યુડને આ મિશનની બે સીટ ફાળવી છે તથા 100 મિલિયન ડોલર આ હોસ્પિટલ માટે આપવાનું વચન આપ્યું છે. 15 સપ્ટેમ્બરે નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પર આવેલા પેડ 39એ પરથી આ મિશન રવાના થશે. મિશનને રવાના થવાનો ચોક્કસ સમય થોડા દિવસ પૂર્વે નક્કી કરવામાં આવશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:54 am IST)