Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ઉત્તરાખંડના ઋષિકેશમાં અમેરિકન મહિલા ઉપર બળાત્કાર : ફ્લેટ ઉપર બોલાવી કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો

ઋષિકેશ : નવેમ્બર માસમાં ભારત આવેલી અમેરિકન મહિલા ઋષિકેશમાં પોતાના ફ્લેટમાં રહેતી હતી.લોકડાઉનને કારણે વતનમાં પરત જઈ નહોતી.તે દરમિયાન તેને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા એક યુવક સાથે દોસ્તી થઇ હતી.
આ યુવકે અમેરિકન મહિલાને પોતાના ફ્લેટ ઉપર બોલાવી હતી.જ્યાં તેની આગતા સ્વાગત કરવા પીણું પીવડાવ્યું હતું.પરંતુ આ પીણું કેફી હતું.તેથી તે પીધા બાદ મહિલા સુધબુધ ગુમાવી બેસતા યુવાને તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીને  ભાનમાં આવ્યા પછી ખબર પડતા તેણે યુવાન સાથે સબંધ તોડી નાખ્યો હતો.પરંતુ આ યુવાન તેના ફ્લેટમાં ઘુસી ગયા હતો.અને ફરીથી બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. મારકૂટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પરંતુ 27 વર્ષીય આ યુવાન નિવૃત કર્નલનો પુત્ર હોવાથી ઘટના ઉપર ઢાંક પીછોડો કરવાની કોશિશ થઇ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(4:00 pm IST)