Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

બ્રિટનની સંસદમાં નવો ડ્રેસ કોડ અમલી : હવેથી સાંસદો જીન્સ પેન્ટ ,સ્લીવલેસ ટોપ ,ટીશર્ટ કે સ્પોર્ટ્સ ડ્રેસ પહેરીને સંસદમાં નહીં આવી શકે : ચર્ચા ચાલતી હોય ત્યારે પુસ્તક કે અખબાર વાંચી નહીં શકાય : સંસદમાં મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકાશે નહીં : પુરુષ સાંસદો ટાઇ અને જાકીટ પહેરીને આવશે : બહાર નીકળતી વખતે અધ્યક્ષની ખુરશીને માથું ઝુકાવશે

લંડન : બ્રિટનની સંસદમાં નવો ડ્રેસ કોડ અમલી બનાવાયો છે. જે મુજબ હવેથી સાંસદો જીન્સ પેન્ટ ,સ્લીવલેસ ટોપ ,ટીશર્ટ કે સ્પોર્ટ્સ ડ્રેસ પહેરીને સંસદમાં નહીં આવી શકે . એટલું જ નહીં, સ્પીકરે એક ચેતવણી પત્ર જારી કર્યો છે, જેમાં તમામ સાંસદોને યોગ્ય સંસદીય ડ્રેસમાં ગૃહમાં આવવાનું કહેવામાં આવ્યું છે.

હકીકતમાં, બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં રજાઓ સમાપ્ત થયા બાદ સોમવારથી સંસદીય કાર્યવાહી ફરી શરૂ થઈ છે. સ્પીકર સર લિન્ડસે હોયલે સાંસદો માટે હાઉસ ઓફ કોમન્સમાં વર્તન અને શિષ્ટાચારના નિયમો અપડેટ કર્યા છે. કોરોના પછી, બ્રિટનમાં સંસદ હવે ઝૂમ પર નહીં ચાલે. લિન્ડસેએ સાંસદોને સંસદમાં જીન્સ અથવા સ્પોર્ટસ વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેઓએ નવો ડ્રેસ કોડ જારી કર્યો છે.

સાંસદોને ડ્રેસ કોડ માટે આપવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે તેઓ જીન્સ, ચિનો, સ્પોર્ટસવેર, ટી-શર્ટ પહેરીને સંસદમાં ન આવે. બ્રાન્ડ નામો અથવા સ્લોગન્સ સાથે સ્કાર્ફ અને બેજ પહેરવાનું ટાળો. એમપી ચેમ્બરમાં અને તેની આસપાસ બિઝનેસ પોશાક પહેરો. કેઝ્યુઅલ પગરખાંને બદલે યોગ્ય પગરખાં પહેરો. પુરુષ એમપી ટાઇ અને જેકેટ પણ પહેરો. તેવી સૂચના આપવામાં આવી છે.

આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગૃહમાં ચર્ચા ચાલી રહી હોય ત્યારે પુસ્તક કે અખબાર ન વાંચવા જોઈએ. સાંસદો ચેમ્બરમાં બેગ, બ્રીફકેસ, મોટી હેન્ડબેગ લાવી શકશે નહીં. સાંસદોએ ચેમ્બરમાં પ્રવેશતા અથવા બહાર નીકળ્યા બાદ ગૃહમાં આદરના નિશાન તરીકે ખુરશી સમક્ષ નમવું પડે છે. સાંસદો પણ મોબાઇલ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકાશે નહીં. તાળી પાડી  શકાશે નહીં.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:32 pm IST)