Gujarati News

Gujarati News

News of Sunday, 5th September 2021

ટેક્સાસ અને કેલિફોર્નિયામાં સતત બીજે દિવસે કોરોનાના કેસો તથા મરણાંકમાં મોટો વધારો

સમગ્ર યુ.એસ.માં નવા કેસોની સંખ્યામાં ઉછાળો આવતા અત્યાર સુધીના પોઝિટિવ કેસની સંખ્યા 4 કરોડ ઉપર : બે દિવસમાં જ 1500 કરતાં વધારે લોકોના કોરોનાને કારણે મોત

કેલિફોર્નિયા : અમેરિકાના ટેક્સાસ અને કેલિફોર્નિયામાં સતત બીજે દિવસે કોરોનાના કેસો તથા મરણાંકમાં મોટો વધારો નોંધાયો છે.  સમગ્ર યુ.એસ.માં નવા કેસોની સંખ્યામાં ઉછાળો આવતા અત્યાર સુધીના પોઝિટિવ કેસની સંખ્યા 40,703,674 ને આંબી ગઈ છે. જે પૈકી સળંગ બીજા દિવસે કોરોનાના નવા પોણા બે લાખ કરતાં વધારે કેસો અને મરણાંક પંદરસોની ઉપર પહોંચી ગયો છે.

ટેક્સાસમાં સતત બીજે દિવસે 300 કરતાં વધારે લોકોના કોરોનાને કારણે મોત થયા હતા. જ્યારે કેલિફોર્નિયામાં 155 જણાના મોત થયા હતા.

કેલિફોર્નિયાની સેન્ટ્રલ વેલીમાં આવેલી બાર કાઉન્ટીઓમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાને કારણે સતત ત્રીજા દિવસે આઇસીયુમાં દસ ટકા કરતાં પણ ઓછાં બેડ ઉપલબ્ધ રહ્યા છ. ફ્રેસ્નો તથા આજુબાજુની બાર કાઉન્ટીઓમાં એક મહિનામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને બમણી થઇ ગઇ છે. ગવર્નર ગેવિન ન્યુસોમે જણાવ્યું હતું કે કેલિફોર્નિયામાં 80 ટકા કરતા વધારે લોકોને કોરોનાની રસીનો એક ડોઝ અપાઇ ચૂક્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:15 am IST)