News of Tuesday, 6th March 2018

શિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના ઉપક્રમે મહાશિવરાત્રી તથા વેલેન્‍ટાઇન દિનની રંગેચંગે કરવામાં આવેલી ઉજવણીઃ આ સંસ્‍થાના ૫૦૦ જેટલા ભાઇ બહેનોએ આપેલી હાજરીઃ શિકાગોના સંગીતના જાણીતા કલાકારો હિતેશ માસ્‍ટર, નિપા શાહ, રિચાર્ડ ક્રિヘીયન, રોહિત પારેખે સુંદર ગીતો રજુ કરીને સીનીયર ભાઇ બહેનોને ડોલાવ્‍યાઃ માર્ચ માસની ૧૬મી તારીખને શુક્રવારે આ સંસ્‍થાના સહયોગથી ગુજરાતી કોમેડી નાટક વેવણ નંબર વન ઇટાસ્‍કાના સ્‍વામીનારાયણ મંદિરમાં રજૂ કરવામાં આવશે જેનો ટીકીટનો દર સીનીયર સભ્‍યો માટે પંદર ડોલર અને સભ્‍યો ન હોય તેમણે પચ્‍ચીસ ડોલર પ્રેવશ ફી તરીકે આપવાના રહેશેઃ આ નાટકમાં રંગભૂમિના જાણીતા કલાકારો ફીરોજ ભગત તેમજ અપ્રા મહેતા ભાગ લેશે

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગોમાં ભારતીય સીનીયર સીટીજન ઓફ શિકાગો કાર્ય કરે છે અને  તે સંસ્‍થાના સંચાલકોએ તાજેતરમાં વેલેન્‍ટાઇન ડે તથા મહાશિવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી. આ પ્રસંગે શિકાગોના સંગીતના જાણીતા કલાકારો હિતેશ માસ્‍ટર નિપા શાહ, રિચાર્ડ ક્રિヘીયન, તેમજ રોહિત પારેખે સુદર સંગીતનો કાર્યક્રમ રજુ કર્યો હતો અને સીનીયર ભાઇ બહેનોએ તેનો મનમુકીને આનંદ માણ્‍યો હતો. આ વેળા આ સંસ્‍થાના પ૦૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપી હતી.

આ પર્વોની ઉજવણની શરૂઆતમાં સંસ્‍થાના સેક્રેટરી રાધિકા અંજારીયાએ ગણેશ સ્‍તુતિ વંદના રજુ કરી હતી. અને ત્‍યાર બાદ કાર્યવાહક સમિતિના સભ્‍ય ડો.પ્રતિમા શાહે ભીન્‍ન ભીન્‍ન પ્રકારની પ્રતિભા ધગવતા સીનીયર ભાઇ બહેનેની માહિતી એકત્રિત કરી તેઓને પોતાની મનપસંદ ટેલેન્‍ટ રજુ કરવા વિનંતી કરી હતી. સીનીયર ભાઇ બહેનોએ આ ટેલેન્‍ટના કાર્યક્રમમાં ઉત્‍સાહથી ભાગ લીધો હતો ત્‍યાર બાદ અન્‍ય સભ્‍ય ગોપાળભાઇએ મહા શિવરાત્રીના મહિમા સમજાવ્‍યો હતો અને તે અંગે તેમણે વિસ્‍તૃત માહિતીઓ સભ્‍યોને આપી હતી. 

વેલેન્‍ટાઇન ડેની ઉજવણી પ્રસંગે સંસ્‍થાની બહેનો જેમાં દામિનિ પટેલ, હેમા ભટ્ટ, પ્રતિમા શાહ, રક્ષીકા અંજારીયા, તથા ભારતીબેન બલારનો સમાવેશ થાય છે તેમણે સૌ હાજર રહેલા સભ્‍યોને ગુલાબના ફુલો આપીને આ દિનની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે આ સંસ્‍થા દ્વારા માર્ચ માસની ૧૬મી તારીખને શુક્રવારે ઇટાસ્‍કા ટાઉનના સ્‍વામીનારાયણ મંદિરમાં હાસ્‍યરસથી ભરપુર ગુજરાતી નાટક વેવણ નંબર વન રજુ કરવામાં આવનાર છે અને તમાં સંસ્‍થાના સભ્‍યો માટે ૧૫ ડોલર તેમજ બીન સભ્‍યો માટે ૨૫ ડોલર પ્રવેશ ફી પેટે આપવાના રહેશે. અને તેમાં સાંજના ભોજનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ પર્વોની ઉજવણી દરમ્‍યાન સંગીતના સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને સીનીયર ભાઇ બહેનોએ તેનો સારો એવા લાભ લીધો હતો સ્‍વાદિષ્‍ટ ભોજનને ન્‍યાય આપી સૌ સભ્‍યો વિખુટા પડયા હતા.

(10:18 pm IST)
  • માળીયા મિંયાણામા પાણીની ભારે તંગી : એક બેડા માટે ૩ કિ.મી. દૂર રઝળપાટ : મહિલાઓ અને પુરૂષોએ સાથે પીવાના પાણી ભરવા જવુ પડે છે : ઉનાળાના પ્રારંભે જ વિકટ પરિસ્થિતિ access_time 5:54 pm IST

  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST