News of Tuesday, 6th March 2018

શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સંચાલકો તેમજ સભ્‍યોએ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં મહાશિવરાત્રી તથા વેલેન્‍ટાઇન દિનના પર્વની રંગેચંગે કરેલી ઉજવણીઃ સંસ્‍થાના ૨પ૦ જેટલા ભાઇ-બહેનોએ આપેલી હાજરીઃ ફેબ્રુઆરી માસ દરમ્‍યાન જે સભ્‍યોની બર્થ ડે આવતી હતી તેની શાનદાર રીતે ઉજવણી કરીઃ આવતા માર્ચ માસની ૧૧મી તારીખે હોળી તેમજ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશેઃ પ્રમુખ રમણભાઇ પટેલ તેમજ ટ્રસ્‍ટી ડો. ધિરેનભાઇ મિષાીના પ્રાસંગિક પ્રવચનો યોજાયા

( સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સંચાલકો તથા સભ્‍યોના સહકારની ફેબ્રુઆરી મસાની ૧૧મી તારીખને રવિવારે વીલીંગ ટાઉનમાં આવેલ સ્‍વામીનારાયણ મંદિરમાં સંસ્‍થાની માસિક સભાનું આયોજન સંસ્‍થાના પ્રમુખ રમણભાઇ પટેલના અધ્‍યક્ષપણા હેઠળ કરવામાં આવ્‍યું હતું. જેમાં આ સંસ્‍થાના ૨પ૦ જેટલા ભાઇ-બહેનોએ હાજરી આપી હતી. આ યોજવામાં આવેલ સભામાં મહાશિવરાત્રી તથા વેલેન્‍ટાઇન ડેની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

માસિક મિટીંગની શરૂઆતમાં સંસ્‍થાના કાર્યકરો દ્વારા દિપ પ્રાગટયની વિધિ કરવામાં આવી હતી અને ત્‍યારબાદ સંસ્‍થાના સેક્રેટરી રમેશભાઇ ચોક્‍સીએ પોતાના પ્રવચનમાં સૌ સભ્‍યોને આવકાર આપી આ સભામાં યોજાનાર કાર્યક્રમોની વિસ્‍તૃત માહિતીઓ આપી હતી અને સર્વે સભ્‍યો દ્વારા તમામ પ્રોગ્રામમાં જે સાથ અને સહકાર પ્રાપ્‍ત થઇ રહેલ છે તે બદલ સૌનો આભાર માની તેવો જ સહકાર ભવિષ્‍યમાં પણ મળતો રહેશે એવી લાગણીઓ વ્‍યક્‍ત કરી હતી.

આ વેળા સંસ્‍થાના અગ્રણી પ્રદ્યુમન પાઠકે પ્રાસંગિક પ્રવચનમાં મહાશિવરાત્રી પર્વ અંગેની વિસ્‍તૃત માહિતી આપી તેની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેનું  મહત્‍વ સમજાવ્‍યું હતું. આ વેળા યુનાઇટેડ સિનિયર પરિવારના બોર્ડ ઓફ ટ્રસ્‍ટી ધિરેનભાઇ મિષાીએ પણ હાજરી આપી હતી અને તેમણે પણ આ સિનિયર સંસ્‍થા દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સિનિયરોના હિતાર્થે યોજવામાં આવે છે તે બદલ તમામ સંચાલકોને અભિનંદન આપ્‍યા હતા તેમજ આ પર્વની ઉજવણી અંગે સૌ સભ્‍યોને જે આનંદ અને ઉલ્લાસથી તેમાં ભાગ લીધો હતો તે બદલ સૌની તેમણે સરાહના કરી હતી. આ વેળા વેલેન્‍ટાઇન ડેની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી અને સૌ સભ્‍યોએ એકબીજાની સાથે આત્‍મીયભર્યા સ્‍નેહભાવથી અભિનંદન આપ્‍યા હતાં.

ફેબ્રુઆરી માસમાં જે સભ્‍યોનો બર્થ ડે આવતો હતો તેની શાનદાર રીતે ઉજવણી કરી હતી અને તેઓને આ વેળા અભિનંદન આપવામાં આવ્‍યા હતા.

સંસ્‍થાના પ્રમુખ રમણભાઇ પટેલે પણ પોતાના પ્રવચનમાં સૌ સભ્‍યોને મહાશિવરાત્રી તેમજ વેલેન્‍ટાઇન ડેના પર્વની ઉજવણી કરવા બદલ અભિનંદન આપ્‍યા હતા અને સર્વે સભ્‍યો આવનારા કાર્યક્રમોમાં આનંદ અને ઉલ્લાસથી તેમાં ભાગ લે એવી આશા તેમણે પોતાના પ્રવચનના અંતમાં વ્‍યક્‍ત કરી હતી.

મહાશિવરાત્રીના પર્વની ઉજવણી પ્રસંગે પ્રમુખ રમણભાઇ તેમજ પન્‍નાબેને શિવજીની પૂજા અર્ચના કરી હતી અને આ અંગેની તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ શિકાગોના જાણીતા પ્રિસ્‍ટ રોહિતભાઇ જોશીએ કરાવી હતી. ત્‍યારબાદ સર્વે સભ્‍યોએ શિવજીનો અભિષેક કર્યો તો.

આવતા માર્ચ માસની ૧૧મી તારીખને રવિવારે હોળી તેમજ ધૂળેટીના પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે એવી કરેલી જાહેરાતથી સૌને આનંદ થયો હતો.

સ્‍વાદિષ્‍ટ ભોજનને ન્‍યાય આપી સૌ સભ્‍યો વિખુટા પડયા હતાં.

(10:14 pm IST)
  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST

  • ગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST