Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

આજ 4 નવેમ્બરથી અમેરિકાના ભારતીય દૂતાવાસ દ્વારા VFS ગ્લોબલ મારફત પાસપોર્ટ ,વિઝા ,સહિતની ઓનલાઇન સેવાઓ શરૂ

વોશિંગટન : વોશિંગટન ખાતેના ભારતીય દૂતાવાસે જણાવ્યા મુજબ આજ 4 નવેમ્બરથી તેઓ  VFS  ગ્લોબલ મારફત પાસપોર્ટ ,વિઝા , ઓસીઆઈ કાર્ડને લગતી બાબતો  સહિતની ઓનલાઇન સેવાઓ શરૂ કરી રહ્યા છે.

આ માટે અરજદારે અરજીદીઠ 15.90 ડોલર ફી ચુકવવાની રહેશે જે તમામ ટેક્સ સહિતની રકમ છે.તે ઉપરાંત ભારત સરકાર દ્વારા લેવાતી જુદા જુદા હેતુઓ માટેની ફી ચુકવવાની રહેશે .

વિશેષમાં જણાવાયા મુજબ આ કોવિદ - 19 ના સંજોગોને કારણે આ કામગીરી માટે VFS  ગ્લોબલની ઓફિસે રૂબરૂ જવાનું નથી પરંતુ પોસ્ટ મારફત અરજી મોકલી શકાશે .

(2:39 pm IST)