Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવારો વચ્ચે આવતીકાલ બુધવારના રોજ ડિબેટ : રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સ અને ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસ પોતપોતાના દાવાઓ રજૂ કરશે


વોશિંગટન : યુ.એસ.ના ઉતાવમાં આવતીકાલ બુધવારના રોજ વાઇસ પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવારો વચ્ચે ડિબેટ યોજાશે.જેમાં રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સ અને ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસ વચ્ચે સ્પર્ધા થશે .જેઓ પોતપોતાના દવાઓ રજૂ કરશે.
ભારતીય મૂળની કોઈ મહિલા આ પદ માટે યોજાયેલી ડીબેટમાં આવે તેવો સૌપ્રથમ બનાવ આજરોજ બનશે.જે માટે 55 વર્ષીય  સુશ્રી કમલા હેરિસ સંપૂર્ણપણે સજ્જ છે.જેઓ 61 વર્ષીય માઈક પેન્સને બીટ કરી જશે તેવી ધારણા છે.
ડિબેટના મૉડરેટર તરીકે સુજાન પેજ જવાબદારી સંભાળશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:16 pm IST)