Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

મ્યાનમારમાં આવેલા સિત્તવે પોર્ટ માટે ભારતનું રોકાણ ચીનને લપડાક સમાન : મ્યાનમાર અને દેશના પૂર્વોત્તર રાજ્યો વચ્ચે વ્યવસાયિક તેમજ સાંસ્કૃતિક વિકાસ વધશે : રોડ રસ્તે પણ બંને દેશોનું જોડાણ કરવાનું આયોજન

ન્યુદિલ્હી : મ્યાનમારમાં આતંકીઓને પ્રોત્સાહન આપી રહેલા ચીન માટે લપડાક સમાન ઘટના નિર્માણ થઇ રહી છે.જે મુજબ ભારતે મ્યાનમારના સિત્તવે પોર્ટના વિકાસ માટે મોટી રકમનું રોકાણ કર્યું છે.જેના કારણે મ્યાનમાર અને ભારતના પૂર્વોત્તર રાજ્યો વચ્ચે વ્યવસાયિક તથા સાંસ્કૃતિક  વિકાસ વધશે
ઉપરાંત આ પોર્ટ થી ભારતની બોર્ડર સુધી 69 પુલ સાથેનો રોડ પણ તૈયાર કરાશે .જે માટેના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે તેવું તાજેતરમાં મ્યાનમારની મુલાકાતે ગયેલા ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

(7:30 pm IST)