Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ઇમરાનખાનના મંત્રી મંડળમાં 'નમૂના' ભર્યા છે : શોરૂમનું ઉદઘાટન કરવા ગયેલા મંત્રીએ કાતરને બદલે દાંતથી રીબીન કાપી શોરૂમ ખુલ્લો મુક્યો

ઇસ્લામાબાદ : અવાર નવાર હાસ્યાસ્પદ વિધાનો કરતા તથા કાયમ ચર્ચામાં રહેતા પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાન ખાનના મંત્રી મંડળમાં પણ એક એકથી ચડે તેવા નમૂનાઓ ભર્યા છે. તેવા બનાવો બની રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં એક શોરૂમનું ઉદઘાટન કરવા ગયેલા મંત્રીએ કાતરથી રીબીન નહીં તૂટતાં પોતાના દાંતથી રીબીન તોડીને શોરૂમ ખુલ્લો મુક્યો હતો.

હકીકતમાં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના જેલ મંત્રી ફયાઝ અલ હસન ચોહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ટીવી શોપ અથવા શોરૂમનું ઉદ્ઘાટન કરતી વખતે કાતરને બદલે દાંત વડે રીબીન કાપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ઈમરાન સરકારના મંત્રી ફયાઝ અલ હસન ચૌહાણ  ઉદ્ઘાટન દરમિયાન લાલ રિબિન કાપવાના હતા, પરંતુ તે કાતરથી નહીં કાપી શકાતામંત્રીએ પોતાના હાથથી રીબીન પકડી હતી અને દાંત વડે આ ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:42 pm IST)