Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

આનું નામ સાચો પ્રેમ : જાપાનની રાજકુમારી સામાન્ય પરિવારના યુવાનને દિલ દઈ બેઠી : પોતાની પસંદગીના સામાન્ય પરિવારના યુવાન સાથે લગ્ન કરવા રાજકુમારીએ 9 કરોડ રૂપિયાનો વારસો ઠુકરાવ્યો

ટોક્યો : પોતાની પસંદગીના સામાન્ય પરિવારના યુવાન  સાથે લગ્ન કરવા જાપાનની રાજકુમારીએ 9 10 કરોડ રૂપિયાનો વારસો ઠુકરાવ્યો છે.તથા સાચો પ્રેમ કોને કહેવાય તે બતાવી દીધું છે.

જાપાનની રાજકુમારી માકો રાજવંશની બહાર એક કોમુરો નામક સામાન્ય યુવાન સાથે લગ્ન કરવા જઈ રહી છે. માકોએ તેના બોયફ્રેન્ડ માટે 7 અલગ અલગ લગ્ન પ્રસ્તાવો ઠુકરાવી દીધા છે. 29 વર્ષીય રાજકુમારી માકો જાપાનના વર્તમાન રાજા નારુહિતોના ભાઈ પ્રિન્સ અકીશિનોની પુત્રી છે. તેમને શાહી પરિવાર તરફથી લગભગ 9.10 કરોડ રૂપિયા (13.70 કરોડ યેન) નો વારસો મળવાનો હતો. પરંતુ માકોએ રાજવંશ સિવાયના એટલે કે સામાન્ય પરિવારના યુવાન સાથે લગ્ન કરવા માટે આ વારસો જતો કર્યો છે. જે માટે શાહી પરિવાર આખરે આ માટે સંમત થયો છે.

મકો લગ્ન બાદ જાપાન છોડીને અમેરિકામાં સ્થાયી થશે. જોકે, આ લગ્ન ક્યારે થશે તે હજુ સ્પષ્ટ થયું નથી. કોમુરો હાલમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે અને બીચ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 'પ્રિન્સ ઓફ ધ સી' તરીકે સેવા આપે છે. મકો કહે છે કે આપણા માટે હૃદય માટે આદર અને જીવન જીવવા માટે લગ્ન જરૂરી છે. તેમણે કહ્યું કે, 'અમે બંને એકબીજાથી અલગ રહી શકતા નથી અને ખરાબ સમયમાં એકબીજાનો સહારો બની શકીએ છીએ.

કોમુરોએ ડિસેમ્બર 2013 માં ડિનર દરમિયાન રાજકુમારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંનેએ લાંબા સમય સુધી પોતાનો પ્રેમ દુનિયાથી છુપાવ્યો હતો. પછી રાજકુમારી બ્રિટનમાં ભણવા ગઈ. વર્ષ 2017 માં, માકોએ જાહેરાત કરી હતી કે તે નવેમ્બર 2018 માં લગ્ન કરવા જઈ રહી છે, પરંતુ પછી તે થોડા સમય માટે યોજના મુલતવી રાખવામાં આવી હતી. જાપાની શાહી નિયમો અનુસાર, રાજવંશની બહાર લગ્ન કરનાર રાજવી મહિલાઓના પુત્રોને રાજગાદીના વારસદાર માનવામાં આવતા ન હતા.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:04 pm IST)