Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

' સેવા પરમો ધર્મ ' : કોરોના મહામારી વચ્ચે અમેરિકાથી ઓનલાઇન સર્વિસ દ્વારા તમામ પ્રકારની મદદ કરી ગુજરાતના અનેક આદિવાસી પ્રજાજનોની જિંદગી બચાવી : ઇન્ડિયન અમેરિકન ડો.યોગેશ જોશીનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન કરાયું


દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ગુજરાતના પંચમહાલ તથા અન્ય આદિવાસી એરિયા ખાતે તમામ પ્રકારની સહાય તથા અમેરિકા ન્યુજર્સી ખાતે ( online service ) દ્વારા અગ્રણી સેવાભાવી ડો.યોગેશ જોશીએ કોરોના કાળ દરમિયાન કરેલ સેવાઓ બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન થયું છે.

saiseva .org (usa) તથા saibaba Arogya Trust Godhra ના Founder and chairmen અને સેવાભાવી તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ડો.યોગેશ જોશીએ કોરોના કાળમાં કરેલી સેવાઓ બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત થયા છે.

ભારત સહીત સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ લોકો પોતાની શક્તિ પ્રમાણે અને તેનાથી પણ વધારે મદદ કરી રહ્યા હતા ત્યારે ડો.જોશી ઈશ્વર કૃપાથી શક્ય તમામ પ્રકારની મદદ કરીને ક્યાંક ને ક્યાંક લોકોની જિંદગી બચાવી રહ્યા હતા.અને સેવા પરમો ધર્મ ના સૂત્રને સાર્થક કરી માનવ ધર્મ નિભાવી રહ્યા છે.

આ તબક્કે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા ડો.યોગેશ જોશીને સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું છે.સંસ્થાના યુરોપના પ્રેસિડન્ટ Wilhelm jezler Head of Europe ,Switzerland ,(world Book of Records London) તથા Santosh Shukla (Advocate superime court) president and ceo india દ્વારા ડો.યોગેશ જોશીનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવેલ અને તેમની સેવાઓની પ્રશંસા કરેલ છે.તેવું પ્રદીપ સોની પીએસવી ન્યુઝ દ્વારા જાણવા મળે છે. વિશેષ માહિતી legal@worldbookofrecords.uk ને ઇમેઇલ કરવાથી અથવા સંતોષ શુક્લ (સુપ્રીમ કોર્ટ એડવોકેટ) દ્વારા મેળવી શકાશે.

 

(10:47 am IST)