Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ન્યુયોર્કમાં અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાતા કટોકટીની પરિસ્થિતિ જાહેર : અનેક ઘરોમાં વીજળી ગુલ : મેટ્રોમાં પાણી ભરાયા : લોકોને ઘરની બહાર ન નીકળવા મેયરની અપીલ

 ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં મુશળધાર વરસાદ તૂટી પડતા કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાતા મેયરે લોકોને ઘરની બહાર ન નીકળવા  અપીલ કરી છે.

મેયરે ટવીટરના માધ્યમથી જણાવ્યું છે કે અમેરિકા આ દિવસોમાં મુશળધાર વરસાદનો સામનો કરી રહ્યું છે. વરસાદના કારણે સર્વત્ર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. મેટ્રોમાં પણ પાણી પ્રવેશી ગયું છે. આ કારણે સેવા બંધ કરી દેવામાં આવી છે. તેથી ન્યૂયોર્ક શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. મેયરે ટ્વિટ કર્યું કે, "આજે રાત્રે આપણે ઐતિહાસિક હવામાન ઘટનાને સહન કરી રહ્યા છીએ, જેમાં રેકોર્ડબ્રેક વરસાદ, ગંભીર પૂર અને સમગ્ર શહેરમાં જોખમી રસ્તાની સ્થિતિ છે."

તેમણે ન્યૂયોર્કના લોકોને ઘરમાં રહેવા અને શેરીઓ અને સામૂહિક પરિવહન ટાળવા માટે અનુરોધ કર્યો છે.તથા જણાવ્યું છે કે અમે પાવર ગ્રિડ પર નજર રાખી રહ્યા છીએ. અમે લગભગ 5,300 ગ્રાહકોને વીજળી વગર જોયા છે. અમને આશા છે કે આગામી થોડા કલાકોમાં વરસાદ બંધ થઈ જશે. પરંતુ ત્યાં સુધી, ફરી,  તમે ઘરે રહો. ''

તેમણે ઉમેર્યું, "કૃપા કરીને આજની રાત ઘરોમાં રહો અને આપણી  કટોકટી સેવાઓને તેમનું કામ કરવા દો." જો તમે ઘરની બહાર જવાનું વિચારતા હોવ તો આવું ન કરો. મેટ્રોથી દૂર રહો. રસ્તાઓથી દૂર રહો. આ ભારે પાણીમાં વાહન ન ચલાવો. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:33 am IST)