Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સાઉથ આફ્રિકામાં નવા પ્રકારનો કોવિડ વેરિએન્ટ મળી આવ્યો : C.1.2 નામક આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટની સરખામણીમાંવધુ ચેપી : રસીની અસર થતી નથી : ફેલાવાનું પ્રમાણ અન્ય વાઇરસ કરતા વધુ ઝડપી : સંશોધન ચાલુ

સાઉથ આફ્રિકા : સાઉથ આફ્રિકામાં નવા પ્રકારનો કોવિડ વેરિએન્ટ મળી આવ્યો છે.  C.1.2 નામક આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટની સરખામણીમાં વધુ ચેપી તથા વધુ પરિવર્તિત જોવા મળ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શોધાયેલ C.1.2 વેરિઅન્ટ અન્ય જાણીતા વેરિઅન્ટની સરખામણીમાં મૂળ વાયરસની તુલનામાં વધુ પરિવર્તિત છે.
સાઉથ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝના નવા પ્રિપ્રિન્ટ અભ્યાસ મુજબ, દક્ષિણ આફ્રિકા અને અન્ય ઘણા દેશોમાં એક નવું કોરોનાવાયરસ વેરિએન્ટ, C.1.2, શોધી કાવામાં આવ્યું છે, તે વધુ ચેપી અને રસીઓની અસરથી પણ મુક્ત હોવાનું માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ પહેલી વખત મે 2021 માં C.1.2 શોધી કાઢ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું  કે તે C.1 માંથી  ઉતરી આવ્યું છે, જે વૈજ્ઞાનિકોને  આશ્ચર્યજનક લાગ્યું કારણ કે C.1 છેલ્લે જાન્યુઆરીમાં મળી આવ્યું હતું. C.1 ની સરખામણીમાં નવું વેરિઅન્ટ "નોંધપાત્ર રીતે પરિવર્તિત થયું છે" અને વિશ્વભરમાં અત્યાર સુધી શોધાયેલ અન્ય કોઈપણ વેરિઅન્ટ ઓફ કન્સર્ન (VOC) અથવા વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (VOI) કરતાં વુહાનમાં શોધાયેલ મૂળ વાયરસથી પણ વધુ પરિવર્તિત છે.

જ્યારે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શોધી કાવામાં આવ્યું હતું, ત્યારથી C.1.2 ઇંગ્લેન્ડ, ચીન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટ્ઝરલેન્ડમાં પણ જોવા મળ્યું છે


જોકે અમુક વૈજ્ઞાનિકોના મતે  તે હજુ સ્પષ્ટ નથી કે તેમને ખરેખર નવું વેરિઅન્ટ મળ્યું છે કે પછી તે માત્ર PCR પરીક્ષણોમાં ખોટી નકારાત્મકતાનું પરિણામ હતું.

વધુ સંશોધન અને અંકારામાં હાથ ધરવામાં આવેલા નમૂનાઓના જીનોમિક પરીક્ષણોના પરિણામો માટે જાહેર જનતા માટે રજૂ કરવામાં આવશે.તેવું જેરુસલેમ પોસ્ટ દ્વારા જાણવા મળે છે.

 

(10:45 am IST)