Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

‘‘ EB-5 વીઝા'' : અમેરિકામાં રોકાણ કરવાથી કાયમી નાગરિકત્‍વ અપાવતા વીઝા :H-1B વીઝા મેળવવાનું દુષ્‍કર બનતા EB-5 પ્રત્‍યે વધી રહેલો ઝોક : EB-5 વીઝા મેળવવા માટેની મુદત ૧૯ જાન્‍યુ.૨૦૧૮ સુધી લંબાવાતા રોકાણકારો માટે તક

અમદાવાદ : યુ.એસ. હાઉસ ઓફ રીપ્રેઝન્‍ટેટીવના પ્રવકતાના જણાવ્‍યા મુજબ EB-5 વીઝા માટેની મુદતમાં ૧૯ જાન્‍યુ.૨૦૧૮ સુધીનો વધારો કરાયો છે. ચાલુ વર્ષમાં ટુંકાગાળાની મુદત માટે કરાયેલો આ પાંચમો વધારો છે.

EB-5 વીઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં વ્‍યાવસાયિક હેતુ માટે કરાતા નિયત રકમના રોકાણના આધારે ગ્રીન વીઝા (કાયમી રહેણાંક) મેળવી શકાય છે. જે રોકાણકર્તાના પતિ કે પત્‍ની તથા ૨૧ વર્ષથી ઓછી વયના સંતાનોને પણ મળી શકે છે. આ રોકાણ થકી ઓછામાં ઓછા ૧૦ અમેરિકન સ્‍કિલ્‍ડ વર્કસને ફુલ ટાઇમ રોજગારી મળવી જરૂરી છે.

આમ EB-5 વીઝા મેળવવા માટે મુદતમાં કરાયેલો ટુંકા ગાળાનો આ વધારો સોનેરી તક સમાન ગણાય કારણ કે H-1B વીઝા મેળવવાનું દિનપ્રતિદિન દુષ્‍કર બનતુ જાય છે. તેથી EB-5 વીઝા પ્રત્‍યે ભારતીયોનો ઝોક વધી રહયો છે. જે દેશોના નાગરિકો આ વીઝા વડે ગ્રીન કાર્ડ મેળવી રહયા છે. તેવો ભારત છઠા ક્રમે છે. તેવું LD કેપિટલ -બ્રિજ ટુ USA ના શ્રી કિંશુ જૈનની યાદી જણાવે છે. 

(9:57 pm IST)