Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કાશ્મીર ખીણ કાંપી ઉઠી :ગાંદરબલના નુનાર વિસ્તારમાં વાદળ ફાટ્યું :જળ પ્રવાહ શ્રીનગર-લેહ રાજમાર્ગ પર પહોંચ્યો

અનેક ઘરો તબાહ થઈ ગયા:. પાક બરબાદ થયો ,હવે લોકોને પાણી ઉતરવાનો ઈન્તેજાર

શ્રીનગર : કુદરતના પ્રકોપથી કાશ્મીર ખીણ પણ કાંપી ઉઠી છે. શુક્રવારે અચાનક ગાંદરબલના નુનાર વિસ્તારમાં વાદળ ફાટવાથી લોકોની મુસીબતો વધી ગઈ છે . પાણીનો પ્રવાહ શ્રીનગર-લેહ રાજમાર્ગ પર આવી ગયો. અનેક ઘરો તબાહ થઈ ગયા. પાક બરબાદ થઈ ગયો અને હવે લોકોને પાણી ઉતરવાનો ઈન્તેજાર છે.
પહાડી વિસ્તારોમાં તો સ્થિતિ ચિંતાજનક છે પણ મેદાની વિસ્તારમાં પણ કઈક એવી જ સ્થિતિ છે.

(12:42 pm IST)