Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સેંસેક્સ ૬૯ પોઇન્ટ ગગડીને ૩૫૯૬૫ની નીચી સપાટીએ

દલાલ સ્ટ્રીટમાં સતત બીજા દિવસે મંદીનો દોર : સેંસેક્સ અને નિફ્ટી ઘટીને બંધ રહેતા કારોબારી ચિંતાતુર દેખાયા : બજેટને લઇને કારોબારીઓ હવે સાવધાન થયા

મુંબઇ,તા. ૩૧ : શેરબજારમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવે તેના એક દિવસ પહેલા મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આજે કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી સતત બીજા સેશનમાં મંદીમાં રહ્યા હતા. આજે કારોબારના અંતે સેંસેક્સ ૬૯ પોઇન્ટ ઘટીને ૩૫૯૬૫ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૨ પોઇન્ટ ઘટીને ૧૧૦૨૮ની સપાટી પર રહ્યો હતો. એશિયન શેરબજારમાં મંદી રહી હતી.બજેટ પહેલા રોકાણકારો સાવધાન થયેલા છે.  ગઇકાલે કારોબારના અંતે સેંસેક્સ ૨૫૦ પોઇન્ટ ઘટીને ૩૬૦૮૪ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૧ પોઇન્ટ ઘટીને ૧૧૦૫૦ની નીચી સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બન્નેમાં ઘટાડો રહ્યો હતો. આગામી નાણાંકીય વર્ષમાં ગ્રોથમાં વધારે તેજી રહી શકે છે તેવા સંકેત સરકાર દ્વારા આપવામાં આવ્યા બાદ કારોબારીઓ હાલમાં આશાવાદી બન્યા હતા.જેથી તેજી જામી હતી. જો કે તેમાં ફરી તેજી પર બ્રેક રહી હતી. દલાલ સ્ટ્રીટમાં હવે તમામની નજર કેન્દ્રિત બજેટ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે જે ગુરુવારના દિવસે રજૂ કરવામાં આવનાર છે. શેરબજારમાં અવિરત તેજીના કારણે છેલ્લા કારોબારી સેસનમાં દસ ટોપ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય વધારો થયો હતો.આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યા બાદ તેમાં ગુલાબી ચિત્ર અર્થતંત્રનુ રજૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આર્થિક વિકાસ દર ૭.૦-૭.૫ ટકા રહી શકે છે.વર્તમાન નાણાંકીય વર્ષ માટે અંદાજિત ૬.૭૫ ટકાના વિકાસ દરની સામે વિકાસ દર વધારે દર્શાવવામાં આવ્યો છે. સર્વેમાં કેટલાક મુદ્દા પર ભાર મુકવામાં આવ્યો હતો. આર્થિક સર્વેમાં સામાન્ય રીતે અર્થતંત્રના આરોગ્યની સ્થિતી રજૂ કરવામાં આવે છે.  ગયા  ગુરુવારના દિવસે સેંસેક્સ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૩૬૦૫૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬ પોઇન્ટ ઘટીને ૧૧૦૬૯ની સપાટીએ રહ્યો હતો. બજારની નજર બજેટ કેન્દ્રીત છે.

(7:34 pm IST)