Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ગુજરાતનું કોકડું ઉકેલવા હવે હાઇકમાન્ડ દોર સંભાળશે : મોદી અને શાહને મળવા નીતિનભાઈ દિલ્હી જશે ? સ્વમાન ન જળવાય તો નાયબ મુખ્ય મંત્રી પદ ફગાવવા સુધીની તૈયારી

રાજકોટ તા. ૩૦, ખાતા ફાળવણીથી ભારે નારાજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવા દિલ્હી જશે તેમ જાણવા મળે છે.

આજે મોડી રાત સુધી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મનાવવા ભાજપ અને સંઘના સંખ્યાબંધ નેતાઓએ પ્રયાસો કર્યા છે અને દિવસમાં ઘીના ઠામમાં ઘી પડી જશે એવી શ્રદ્ધા દર્શાવી છે.

ત્યારે નીતિનભાઈ પટેલે ભાજપ હાઈ કમાન્ડને સ્પશ કહી દીધાનું બહાર આવ્યું છે કે જો તેમનું માન સન્માન ફરી પૂર્વવત નહિ જળવાય તો તેઓ નાયબ મુખ્ય મંત્રીપદ છોડી દેશે અને પક્ષના એક અદના કાર્યકર તરીકે ચાલુ રહેશે, પક્ષ નહિ છોડે. જો કે તેઓ ધારાસભ્યપદ છોડી દેશે કે કેમ જણાવ્યું નથી..

દરમિયાન વડોદરાથી વખત ચૂંટાયેલા ધારાસભ્ય યોગેશભાઈ પટેલે તેમની સીનીઓરિટી છતાં આજ સુધી હોદ્દો મળ્યો નથી એની વાત કરી છે. અને પક્ષ લાઇન માં રહેવા કહ્યાનું ભાર આવ્યું છે. એક વાત મુજબ તેમને નારાજગી પણ દર્શાવી છે.

દરમિયાન વિજયભાઈને હટાવીને  નિતીનભાઈને મુખ્યમંત્રી બનાવવાની માગણી ઉઠવા લાગી છે. અને એસપીજીના સુપ્રીમો લાલજીભાઈ પટેલે તો જો નિતીનભાઈને મુખ્યમંત્રી બનાવાય તો ગુજરાય બંધનું એલાન આપવાની ધમકી પણ આપ્યાનું બહાર આવ્યું છે.

નીતિનભાઈને સમજાવવા, મનદુઃખ દૂર કરવા આજે તેમને ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિકભાઈ પટેલ, ઔડાના પૂર્વ ચેરમેન અને અમિતભાઇ વિશ્વાસુ મનાતા સુરેન્દ્રકાકા પટેલ, ચિંતન આચાર્ય વિગેરે મળ્યા હતા..

મોડી રાત સુધી ભારે રાજકીય ધમધમાટ ચાલુ રહ્યો છે.

(11:02 pm IST)