Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વિહિપના ફરીવાર તોગડિયા કારોબારી અધ્યક્ષ બની ગયા

નરેન્દ્ર મોદીના સમર્થકોને મોટો ફટકો પડ્યોઃ મોદી અને તેમના સમર્થકો સામે તોગડિયા કેટલીક વખત કઠોર નિવેદન કરી ચુક્યા છે : ભુવનેશ્વરમાં બેઠક યોજાઈ

નવીદિલ્હી,તા. ૩૦, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સમર્થકોએ જીતી લેવામાં સફળતા મેળવી છે પરંતુ ભુવનેશ્વરમાં ઘટનાક્રમ તેમની તરફેણમાં રહ્યું નથી. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષપદથી પ્રવિણ તોગડિયાને બહાર કરવાના પ્રયાસોને ફટકો પડ્યો છે. પ્રવિણ તોગડિયા ફરી એકવાર વિશ્વ હિન્દુ પરિષદના કારોબારી અધ્યક્ષ બની ગયા છે. મોદી અને તોડગિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો સારા રહ્યા નથી. તોગડિયા અનેક પ્રસંગોએ મોદી અન તેમના સમર્થકોને નારાજ કરે તેવા નિવેદનો કરી ચુક્યા છે. વિશ્વ હિન્દુ પરિષદની ભુવનેશ્વરમાં ત્રણ દિવસની રાષ્ટ્રીય બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં શુક્રવારના દિવસે અધ્યક્ષ અને કારોબારી અધ્યક્ષ અંગે નિર્ણય થવાનો હતો. વર્તમાન અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને કારોબારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની અવધિ ખતમ થઇ રહી હતી. નવા અધ્યક્ષને લઇને નિર્ણય લેનાર હતો. સંઘ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોદી સમર્થક ટુકડી ઇચ્છતી હતી કે, પ્રવિણ તોગડિયાને ફરી વિહિપના કારોબારી પ્રમુખ બનાવવામાં ન આવે. આ સંબંધમાં ૧૩મી ડિસેમ્બરના દિવસે સંઘના કેટલાક સિનિયર હોદ્દેદારોની દિલ્હીમાં બેઠક થઇ હતી. સંઘના હોદ્દેદારોની આ બેઠકમાં કેટલીક મહત્વની ચર્ચાઓ થઇ હતી. આ બેઠક અંગે પણ મોદીને માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણયો મોદીની સહમતિ સાથે લેવામાં આવ્યા હતા. તોગડિયાને વિહિપના અધ્યક્ષપદેથી દૂર કરવા માટે બે નામ નક્કી કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં શુક્રવારના દિવસે વિહિપની બેઠક થઇ હતી. જે નામ હતા તેમાં જસ્ટિસ વીએસ કોગજે અને બીજુ નામ જગન્નાથ સાહીનું હતું. વોટિંગ સુધી મામલો ગયો હતો. તે વખતે તોગડિયા સમર્થકોએ મજબૂતી દર્શાવી હતી.

(9:54 pm IST)