Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

હૈદરાબાદમાં ભારતીય સ્ટાર્ટઅપે લોંચ કર્યો પ્રથમ સ્માર્ટ-રોબોટ પોલીસ : કરશે અંગ્રેજીમાં વાતો

હૈદરાબાદ : હૈદરાબાદની (તેલંગણા) ટેક્નોલોજી સ્ટાર્ટઅપ કંપની એચ-બોટ્સ રોબોટિકસે શહેરમાં સ્માર્ટ-રોબોટ પોલીસ 'રોબૉકૉપ' નું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, આ રોબૉકૉપ ફરિયાદ નોંધવાનું કાર્ય કરી શકે છે, ઑડિઓ-વીડિયો ક્લિપ્સ રેકોર્ડ કરી શકે છે, શંકાસ્પદોની ઓળખ કરી શકે છે, તાપમાનનું મોનિટરીંગ કરી શકે છે અને મેટલ ડિટેકટ કરવાનું કામ પણ કરી શકે છે. ઇંગ્લીશમાં વાત કરવા માટે સક્ષમ આ રોબોટ 360 ડિગ્રી ફોટો પણ પાડી શકવા માટે સક્ષમ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

(8:08 pm IST)