Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

બેંગલુરુમા નવા વર્ષે સરકારી હોસ્પીટલમાં જન્મેલી પ્રથમ બાળકીને મળશે ગ્રેજ્યુએશન સુધીનું મફત શિક્ષણ

બેંગલુરુ: નવા વર્ષમાં સરકારી હોસ્પીટલમાં પ્રથમ જન્મેલી બાળકીને મળશે ગ્રેજ્યુએશન સુધીનું મફત શિક્ષણ. બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીબીએમપી)ના કમિશનર અને 2018 માં જન્મેલી પ્રથમ બાળકીના સંયુક્ત બેંક ખાતામાં પાંચ લાખ રૂપિયા બીબીએમપી દ્વારા જમા કરાવાશે. તેના પર મળેલ વ્યાજની રકમ તેના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાશે.

બેંગલુરુના મેયર આર. સંપત રાજએ જણાવ્યું હતું કે, " ઓપરેશન દ્વારા કોઈ પણ સમયે ડિલિવરી કરી શકાય છે, તેથી સરકારી હોસ્પિટલોના ડોકટરોએ આ પુરસ્કારને સામાન્ય ડિલિવરી દ્વારા જન્મેલી બાળકીને જ આપવાનું નક્કી કર્યું છે." દેશમાં બેટી બચાઓ - બેટી પઢાઓની દીશામાં આ એક નવતર શરૂઆત થઈ છે.

(4:58 pm IST)