Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સરકારને પ્રારંભેજ 'લહેર' દેખાઇ, હજુ 'તોફાન' બાકીઃ હાઇકમાન્ડની 'સૂચક' ભૂમિકા

ભાજપમાં જે પરિસ્થિતિ થવાની છે તેનો સ્પષ્ટ અણસાર હોવા છતા અટકાવવા માટે આવશ્યક પગલા ન લેવાયાઃ પ્રતિષ્ઠાને ફટકોઃ નીતિન પટેલના ખાતાઓમાં ફેરફાર કરે તો પાર્ટી ઝુકી ગયાની છાપ અને એની લાગણી ન સમજે તો કાયમી ઉકળાટઃ રાજકીય નવાજુનીના લબકારાઃ ઘીના ઠામમાં ઘી પાડવા પ્રયાસ

રાજકોટ તા. ૩૦ : રાજયમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં નવી સરકાર કામગીરીના શ્રીગણેશ કરે તે પૂર્વેજ પ્રથમ કોળિયે માખી નહિ, મકોડા આવ્યાછ.ે હાઇકમાન્ડની ભેદી ભૂમિકા વચ્ચે સરકાર માટે જે લહેર દેખાયેલ છે તે આવતા દિવસોમાં તોફાનમાં પરિણમવાની ભીતિ જાગી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સામાન્ય ખાતા ફાળવી દેવાતા તેમનો અસંતોષ ભભૂકયો છે અત્યારે જે પરિસ્થિતિ સર્જાયેલ છે તેના અગાઉથીજ એંધાણ હોવા છતા કેન્દ્રીય નેતાગીરીને તેની ગંભીરતા સમજાયેલ નહિ અત્યાર હેતુપૂર્વક આંખ મીંચામણા કર્યા તેવુ અર્થઘટન થઇ રહ્યું છે.

જો હવે નીતિન પટેલની માંગણી મુજબ તેમને નવા ખાતા આપે તો વ્યકિત પાસે પાર્ટી ઝુકી ગયાની સ્પષ્ટ છાપ ડી જો પાર્ટીઓની લાગણી ધ્યાને ન લ્યે તો તેમની નારાજગીનો સામનો કરવો પડે તેમ છ.ે

ગુજરાતમાં સતાના બે કેન્દ્રોના કારણે રાજકીય ભવિષ્ય આશાસ્પદ દેખાતું નથી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પાટીદાર પરિબળ ભાજપ માટે મોટા પડકાર રૂપ છે. માત્ર ૭ ધારાસભ્યોની જ બહુમતી છે. જો નીતિન પટેલ સાથે ભાજપના અન્ય પાંચ-દસ ધારાસભ્યો ખૂલ્લો બળવો કરે તો સરકાર જોખમમાં મૂકાઇ શકે તેમ છ.ે રૂપાણી-પટેલ પૈકી કોઇ અત્યારે સબ સલામતનું રટણ કરવાની  સ્થિતિમાં રહ્યા નથી.

અત્યારે અન્યાયની લાગણી અનુભવતા નીતિન પટેલ આશ્વાસન સિવાઇ કંઇ જ મેળવ્યા વગર સમાધાન કરી લ્યે તો તેની પ્રતિષ્ઠાને પણ અસર થાય તેમ છે. સરકારે અત્યારે જોશભેર નવા કમાો શરૂ કરવાના હોય તેના બદલે આંતરિક ડખખા મીટાવવાનું કામ આવ્યુંછે. ભાજપમાં હાલ ઘીના ઠામમાં ઘી પડી જાય તો પણ દબાવેલ સ્પ્રીંગ ફરી ગમે ત્યારે ઉછળી શકે છે.(૬.ર૧)

'સાંધો' થાય તો પણ થુકનોઃ રાજકીય વર્તુળોનો સ્પષ્ટ સંકેત

રૂપાણી અને નીતિન પટેલ બન્ને સાથે મુદત પૂરી નહિ કરી શકે !

રાજકોટ તા. ૩૦ : રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની નવી સરકારે શપથ લીધાના ત્રીજા જ દિવસથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રીસાઇ જતા ઘેરા રાજકીય પ્રત્યઘાત પડયા છે. ગઇ ટર્મમાં બન્ને વચ્ચે સબંધો વણેસલા હતા. નવી ટર્મમાં પણ એવા જ એઘાણ વર્તાયા છ.ે

રૂપાણી-નીતિ પટેલ વચ્ચેનો મનમેળનો અભાવ ભાજપ માટે અનિચ્છનીય એધાણ છે કદાચ અત્યારે દેખીતુ સમાધાન થઇ જાય તો તે થુકના સાંધા સમાન સાબિત થવાની ભીતિ છે. વર્તમાન અને સંભવિત ભાવિ રાજકીય સંજોગો જોતા બન્ને સાથે પાંચ વર્ષની મુદત કરી શકે તેવી ખાતરી નથી. ભાજપ હાઇકમાન્ડ લોકસભાની ચૂંટણી પૂર્વે અથવા પછી રૂપાણી-પટેલ બન્નેને અથવા બેમાંથી એકને હટાવે તેવી આગાહી થવા લાગી છે.(૬.૨૧)

(3:37 pm IST)