Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

આવકવેરા વિભાગની ટુકડી જયાના પોઝ ગાર્ડન આવાસે

આઇટી એક્ટ હેઠળ કોઇ પગલા લેવાયા નથી : મેમોરિયલ તરીકે પ્રાંગણને ફેરવી નાંખવ માટેની રાજ્ય સરકારે પહેલાથી જ જાહેરાત કરી છે : તૈયારી શરૂ કરાઇ

ચેન્નાઇ,તા. ૩૦ : તમિળનાડુ રાજ્ય સરકારના અધિકારીઓની ટીમ અને આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે આજે સવારે તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ જયલલિતાના આવાસની મુલાકાત લેતા રાજકીય વર્તુળોમાં અને તેમના સમર્થકોમાં ફરી સનસનાટી મચી ગઇ હતી. જો કે  મોડેથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મેમોરિયલ પ્રોજેક્ટના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને રેવેન્યુ અધિકારીઓની ટીમ પહોંચી હતી. તમિળનાડુ સરકારે પહેલાથી જ મેમોરિયલ તરીકે તેમના પ્રાંગણને ફેરવી નાંખવા માટેની જાહેરાત કરી છે. અધિકારીએ કહ્યુ હતુ કે આવકવેરા ટેક્સ અધિકારીઓની ટીમ સાથે રહી હતી. કારણ કે તેઓએ અગાઉ આ પ્રાંગણના કેટલાક રૂમમાં તપાસ કરી હતી. નિવાસસ્થાનની મુલાકાત અંગે પુછવામાં આવતા તેમણે આ મુજબની વાત કરી હતી. આઇટી વિભાગના અધિકારીએ કહ્યુ છે કે આઇટી એક્ટ હેઠળ અમે કોઇ પગલા લઇ રહ્યા નથી. સંયુક્ત નિરીક્ષણના ભાગરૂપે તપાસ કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે સીલ રૂમ અમે ખોલ્યા નથી.

 તમિળનાડુમાં હાલમાં આઇટી વિભાગી ટીમે જેલમાં રહેલા જયલલિતાના નજીકના સખી શશીકલાના સમર્થકો, તેમના નજીકના લોકો અને પરિવારના સભ્યો સામે ઉંડી તપાસ કરી હતી. વ્યાપક દરોડાના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. જયલલિતાના અવસાન બાદ તમિળનાડુની રાજનીતિમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અન્નાદ્રમુક પાર્ટીમાં ભંગાણની સ્થિતી જોવા મળી રહીછે. જો કે સ્થિતી સામાન્ય બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

(12:36 pm IST)