Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મેઘાલયમાં કોંગ્રેસને ફટકો પડ્યો : પાંચના રાજીનામા

નાયબ મુખ્યપ્રધાન આર લિગ્દોહનુ રાજીનામુ : હવે નેશનલ પીપલ્સ પાર્ટીમાં સામેલ થાય તેવી સંભાવના

શિલોંગ,તા. ૩૦ : પૂર્વોતરના રાજ્ય મેઘાલયમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. અહીં પાંચ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. રાજીનામુ આપી દેનારમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સીએમઆર લિગ્દોહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના એક અને બે અપક્ષ ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. કોંગ્રેસના મોટા નેતા ગણાતા આર લિગ્દોહે કહ્યુ છે કે રાજીનામુ આપી ચુકેલા આઠ ધારાસભ્યો આગામી સપ્તાહમાં એક રેલી યોજ્યા બાદ નેશનલ પીપલ્સ પાર્ટીમાં સામેલ થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.  મેઘાલય  વિધાનસભામાં ૬૦માંથી ૩૦ સભ્યો કોંગ્રેસના છે. આમાંથી પાંચના રાજીનામુ આપી દીધા બાદ ૨૫ સભ્યો બચી ગયા છે. વિધાનસભાના પ્રમુખ સચિવ એન્ડ્રુ સિમન્સે કહ્યુ છે કે સ્પીકર આજે રજા પર છે. જેથી આઠ ધારાસભ્યોએ પોતાના રાજીનામા સોંપી દીધા છે. ગુરૂવારના દિવસે વધુ એક કોંગ્રેસી ધારાસભ્ય પીએન સેઇમે રાજીનામુ આપ્યુ હતુ. આની સાથે જ કોંગ્રેસના માત્ર ૨૪ ધારાસભ્ય બચી ગયા છે. મેઘાલયમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. મેઘાલયમાં આ વખતે કોંગ્રેસની સામે કેટલાક પડકારો રહેલા છે.

પાર્ટીની અંદર આંતરિક વિખવાદની સ્થિતી રહેલી છે. મેંઘાલયની સરકાર સ્થિતીને હળવી કરવાના પ્રયાસ કરી રહી છે. મેઘાલયની સાથે કેટલાક અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ સાથે યોજાનાર છે. જેમાં કર્ણાટકનો સમાવેશ થાય છે.

(12:36 pm IST)