Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

બાહુબલી તો આ ભાઇને કહેવાય, મદનિયાને ખભે ઊંચકી લીધું

ચેન્નઇ તા. ૩૦ :.. વજન ઊંચકવાની તાલીમ મેળવનારી વ્યકિત તેના શરીરના વજન કરતાં અનેકગણું વધુ વજન ઊંચકી શકે છે, પણ જો યોગ્ય તાલીમ ન મેળવી હોય તો  સામાન્ય માનવી પોતાના વજનનું અડધું વજન પણ મુશ્કેલી ઉઠાવી શકે છે. જો કે તાલીમનાડુનો પલાનીચામી આમાં અપવાદ છે. લગભગ ૮૦ કિલો વજન ધરાવતો પલાનીચામી ઊટી હિલ સ્ટેશનથી પચાસ કિલો મીટર દુર આવેલા મેટ્ટપલાયમ નજીકની ફોરેસ્ટ-ટીમનો સભ્ય છે. તેણે ખાડામાં પડી ગયેલા ૧૦૦ કિલો કરતાં વધુ વજન ધરાવતા હાથીના એક બચ્ચાને ખભા પર ઊંચકીને બહાર કાઢયું હતું.

વાત જાણે એમ છે કે બાર ડીસેમ્બરે તે પોતાની ફરજ પુરી કરીને જઇ રહ્યો હતો ત્યારે તેને એક ફોન આવ્યો કે એક હાથણી રસ્તો રોકીને ઊભી છે. પલાનીચામીએ તેની ટૂકડી સાથે જઇને એને મહામહેનતે જંગલના માર્ગે વાળી દીધી. ત્યારબાદ તપાસ કરતાં જણાયું કે હાથીનું બચ્ચું એક ખાડામાં પડી ગયું હતું. જેને કારણે  હાથણી બેબાકળી થઇ રસ્તો રોકીને ઊભી હતી. બચ્ચું ઘણું જ નબળું થઇ ગયું હોવાથી જાતે ખાડામાંથી નીકળવા અસમર્થ હતું. પલાનીચામીએ તેના મીત્રોની મદદથી એને ઊંચકીને ખાડાની બહાર કાઢવા પ્રયત્ન કર્યો, પણ હાથણી નજીકમાં જ હોવાથી એમાં જીવનું જોખમ જણાતાં તે એકલો જ ખાડામાં ઊતર્યો. જો કે તેને તકલીફ પડતાં તેના મિત્રોએ ખાડામાં ઊતરી હાથીના બચ્ચાને સહેજ ઊંચકીને તેના ખભા પર બેસાડી આપ્યા બાદ તેણે બચ્ચાને પચાસ મીટર દુર જઇ નીચે ઉતાર્યુ અને ત્યાંથી ચાલ્યા ગયા. બીજે દિવસે તપાસ કરતાં ખબર પડી કે હાથણી અને  બન્ને જંગલમાં ઊંડા ઉતરી ગયા હતાં.

(11:20 am IST)