Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વીરતા પુરષ્કાર પર ઓનલાઇન કિવઝનું આયોજન : વિજેતાને ૧ લાખનું ઇનામ

દેશભાવના જગાડવા રક્ષામંત્રાલયની અનોખી પહેલ : ૧ થી ૧૦ જાન્યુ. સુધીમાં બે વય જુથમાં ભાગ લઇ શકાશેઃ વિજેતાને ૨૬ જાન્યુ.ની પરેડ તથા બેટીંગ રીટ્રીટ જોવા આમંત્રિત કરાશે

નવી દિલ્હી દેશના યુવાઓ અને જનતામાં દેશભાવના જગાડવા રક્ષામંત્રાલય દ્વારા અનોખી પહેલ કરાઇ છે રક્ષામંત્રાલય દ્વારા વીરતા પુરસ્કાર પર એક ઓનલાઇન કિવઝ હરિફાઇનું આયોજન કરાયું છે.  જેમાં ૧ લાખ રૂપિયા સુધીનું ઇનામ જીતી  શકાશે. તા;૧ થી ૧૦ જાન્યુઆરી સુધી ચાલનારી આ કિવઝમાં પૂછવામાં આવતા દરેક પ્રશ્નો ઓનલાઇન પોર્ટલ www.gallantryawards.gov.in  પર વીરતા પુરસ્કાર અને પુરસ્કાર વિજેતાઓના સંબંધિત હશે. આ પોર્ટલને ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ લોન્ચ કરાયું હતું.

 

 આ કિવઝનું બે તબક્કામાં આયોજન કરાયું છે પહેલા તબક્કામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અને બીજામાં ૧૮ વર્ષ અને એનાથી વધારે ઉંમરના લોકો ભાગ લઇ શકે છે. વીરતા પુરસ્કારો પર ઓનલાઇન કિવઝનું આયોજન quiz.mygov.in  ૫ર ૧ થી ૧૦ જાન્યુઆરી સુધી કરવામાં આવશે.જેમાં લોકો પોતાની સુવિધા મુજબ હિંદી અને અંગ્રેજી કોઇપણ ભાષામાં ભાગ લઇ શકે છે હરિફાઇમા MyGov.in પર જઇને હરિફાઇમાં ભાગ લઇ શકાય છે.

 

 પ્રત્યેક તબક્કામાં પાંચ પુરસ્કાર હશે.જેમાંથી ૨ સાંત્વના પુરસ્કાર હશે. કિવઝના વિજેતાને બે તબક્કામાં ટ્રોફીની સાથે રોકડ પુરસ્કારથી સમ્માનિત કરાશે. પ્રથમ પુરસ્કાર વિજેતાને ૧ લાખ રૂપિયા, બીજા સ્થાને આવનારને ૭૫૦૦૦ રૂપિયા, ત્રીજા સ્થાન પર રહેનારને ૫૦ હજાર અને બે સાંત્વના પુરસ્કાર વિજેતાઓને ૧૫૦૦૦નું રોકડ ઇનામ આપવામાં આવશે.

આ કિવઝના વિજેતાઓને ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન સમ્માનિત કરવામાં આવશે.એમને ૨૬ જાન્યુઆરીના રોજ પરેડ અને ૨૮ જાન્યુઆરીએ બેટિંગ રિટ્રીટ જોવા માટે આમંત્રિત પણ કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીથી બહારના  વિજેતાઓને રહેવા અને આવન જાવન માટેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.(૪૦.૧)

(11:34 am IST)