Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

Oppo, Vivo અને Motorolaએ સ્માર્ટફોન્સની કિંમતમાં કર્યો મોટો ઘટાડો

નવી દિલ્હી તા. ૩૦ : ચીનની સ્માર્ટફોન બનાવતી કંપનીઓમાં પ્રાઈસ વોર ચાલી રહી છે. Oppo, Vivo અને Motorolaએ પોતાના સ્માર્ટફોન્સ કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ આ સ્માર્ટફોન Xiaomi RedmiÞë Mi Max 2 અને Mi A1ને ટક્કર આપશે.

Oppoએ પોતાના F3ની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોનને ભારતમાં ૧૯,૯૯૦ રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જે બાદ કંપનીએ દિવાળીમાં તેની કિંમતમાં ૧૦૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. હવે ફરી એકવાર કંપનીએ ૨૦૦૦ રૂપિયા ઘટાડ્યા છે. આવી રીતે હવે તેને ભારતમાં ૧૬,૯૯૦ રૂપિયામાં ખરીદી શકાય છે.

Vivoએ પણ હાલમાં જ લોન્ચ થયેલા Vivo V7ની કિંમતમાં ૨૦૦૦ રૂપિયા ઘટાડો કર્યો છે. જે બાદ હવે તેને ૧૬,૯૯૦ રૂપિયામાં ખરીદી શકાશે. Motoએ પણ G5S Plus ઓગસ્ટ મહિનામાં ભારતમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ તેને ૧૫,૯૯૯ રૂપિયામાં લોન્ચ કર્યો હતો. હવે તેની કિંમતમાં ૧૦૦૦ રૂપિયાનો ઘટાડો કરાયો છે. જે બાદ તે ભારતમાં ૧૪,૯૯૯ રૂપિયામાં ખરીદી શકાશે.

ફીચર્સની વાત કરીએ તો Oppo F3માં ૫.૫ ઈંચની ડિસ્પલે આપવામાં આવી છે. તેમાં 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં ડ્યુઅલ ફ્રંટ કેમેરા આપ્યા છે. તેમાંથી એક કેમેરા ૧૬ મેગાપિકલસ અને બીજો ૮ મેગાપિકસલનો છે. વાત કરીએ Vivo V7ની તો તેમાં પણ ૫.૭ ઈંચની ડિસ્પલે અપાઈ છે. તેમાં 4GB રેમ સાથે 32GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં ૨૪ મેગાપિકસલનો ફ્રંટ કેમેરા અને ૧૬ મેગાપિકસલનો રિયર કેમેરા છે.

Xiaomi Mi A1ની વાત કરીએ તો તેને ભારતમાં ૧૪,૯૯૯ રૂપિયામાં લોન્ચ કરાયો હતો. જોકે બાદમાં તેની કિંમત ૧૦૦૦ ઘટાડીને ૧૩,૯૯૯ કરાઈ હતી. તો Mi Max 2ની વાત કરીએ તો તેના 4GB રેમ અને 64GB સ્ટોરેઝ વાળા મોડલની કિંમત ૧૫,૯૯૯ રૂપિયા છે.

(10:20 am IST)