Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

લખનૌ : મદ્રેસામાંથી બંધક પ૧ છોકરીઓને મુકત કરાવવામાં આવીઃ સંચાલકની ધરપકડ

લખનૌઃ લખનૌના શહઆદતગંજ વિસ્તારમાં ખદીજતુલ લીલબનાત મદ્રેસામાંથી પોલીસ અને તંત્રએ દરોડો પાડી ગઇકાલે રાત્રે પ૧ છાત્રાઓને મુકત કરાવી હતીઃ પીડિત છાત્રાઓએ સંચાલક કારી તૈયબ જીઆ ઉપર યૌનશોષણ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ મુકયો છેઃ પોલીસે તૈયબ ઉપર મારપીટ, ધમકી, ષડયંત્ર સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો છેઃ મદ્રેસામાં કુલ ૧રપ છાત્રાઓ અભ્યાસ કરે છેઃ તૈયબ અને તેના ચાર સાથીઓ યૌનશોષણ કરતા હતા.

(11:46 am IST)