Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

અખાડા પરિષદે જાહેર કર્યું ઢોંગી બાબાઓનું બીજું લિસ્ટ

ઢોંગી બાબાઓથી દૂર રહોઃ પહેલા લિસ્ટમાં ૧૪ બાબાઓના નામ હતા

ઇલાહાબાદ તા. ૩૦ : અખિલ ભારતીય અખાડા પરિષદની બેઠકમાં ઢોંગી બાબાઓનું બીજુ લિસ્ટ જાહેર કર્યુ છે, જેમા દિલ્હીનાં વીરેન્દ્ર દીક્ષિત કાલનેમી, બસ્તીનાં સચિદાનંદ સરસ્વતી અને ઇલાહાબાદની ત્રિકાલ ભવંતાનું નામ સામેલ છે. પરિષદનાં અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં તમામ ૧૩ અખાડાઓનાં પ્રમુખ હાજર હતાં.

ઢોંગી બાબાઓનું લિસ્ટ જાહેર કરતા પરિષદના અધ્યક્ષ સ્વામી નરેન્દ્ર ગિરિએ કહ્યું કે, 'અમે લોકોને અપિલ કરીએ છીએ કે તેઓ આવા ઢોંગી બાબાથી દૂર રહો, જે કોઈ પણ પરંપરાનું પાલન કરતા નથી. આવા બાબાઓના કુકર્મોને કારણે સમગ્ર સાધુ સમાજ અને સંન્યાસીઓની પ્રતિષ્ઠાઓને નુકસાન થાય છે.'

આ પહેલા ૧૦ સપ્ટેમ્બરે અખિલ ભારતીય અખાડા પરિષદે ઢોંગી બાબાઓનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ હતું, જેમા ૧૪ નામ સામેલ હતાં. જેમા આશારામ બાપુ, ગૂરમીત રામ રહિમ, સુખવિંદર કૌર ઉર્ફે રાધે માં, સચ્ચિદાનંદ ગિરિ, ઓમબાબા ઉર્ફે વિવેકાનંદ ઝા, નિર્મલ બાબા, ઇચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી, સ્વામી અસીમાનંદ, ઓમ નમઃ શિવાય બાબા, નારાયણ સાંઇ,રામપાલ, કુશ મુનિ, મલખાન ગિરિ અને બૃહસ્પતિ ગિરિનાં નામ સામેલ હતાં.

(10:21 am IST)