Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

હાફીઝ સાથે પેલેસ્ટાઇન રાજદુત એક મંચ ઉપરઃ ભારતે નોંધાવ્યો આકરો વિરોધ

રાવલપીંડીમાં નાલાયક હાફીઝે યોજી હતી રેલી

નવી દિલ્હી તા.૩૦ : મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને પ્રતિબંધિત જમાત ઉદ્દ દાવાનો વડો હાફીઝ સઇદની રેલીમાં પેલેસ્ટાઇનના રાજદુત સામેલ થતા ભારતે આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતે આ બારામાં પેલેસ્ટાઇન સરકાર સમક્ષ કડક શબ્દોમાં નારાજગી વ્યકત કરી છે. આ રેલી રાવલપીંડીમાં યોજવામાં આવી હતી. તે પછી હાફીઝ અને પેલેસ્ટાઇન રાજદુતની તસ્વીર વાયરલ થઇ હતી.

ગઇકાલે સાંજે વિદેશ મંત્રાલયના પ્રવકતાએ એક નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે, અમે દિલ્હી સ્થિત પેલેસ્ટાઇન રાજદુત અને તેના અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે. આ ઘટના બાદ ઇઝરાયલી દુતાવાસે ટવીટ્ર ઉપર પ્રતિભાવ આપ્યો હતો કે રાજદુત કેટલી 'ચાર્મીંગ' કંપની રાખે છે.

(9:25 am IST)