Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

યુ.એસ.માં ‘‘અમેરિકન સોસાયટી ઓફ એન્‍જીનીયર્સ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન'' ની ૩૨ મી વાર્ષિક કોન્‍ફરન્‍સ સંપન્‍ન : ૯ ડિસેં. ૨૦૧૭ ના રોજ નોવી મિચીગન મુકામે મળેલી કોન્‍ફરન્‍સમાં અદ્યતન ટેકનોલોજી સાથે વ્‍યવસાયને સાંકળવા માટે માર્ગદર્શન અપાયુ : સમગ્ર યુ.એસ. માંથી ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો, એન્‍જીનીયરો, કોર્પોરેટ લીડર્સ સહિતના અગ્રણીઓએ હાજરી આપી

મિચીગન : તાજેતરમાં ૯ ડિસેં. ના રોજ યુ.એસ.ના નોવી મિચીગન મુકામે ‘‘અમેરિકન સોસાયટી ઓફ એનજીનીયર્સ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન '' નું ૩૨ મી વાર્ષિક કોન્‍ફરન્‍સ મળી હતી, જેમાં અદ્યતન ટેકનોલોજી સાથે વ્‍યવસાયને સાંકળવાનો હેતુ હતો.

આ અધિવેશનમાં સુપ્રતિષ્‍ઠિત ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો, એન્‍જીનીયરો, વ્‍યાવસાયિકો, કોર્પોરેટ લીડર્સ સહિત તમામ અગ્રણીઓ સમગ્ર યુ.એસ.માંથી હાજર રહયા હતાં. તથા અદ્યતન ટેકનોલોજીને વ્‍યવસાય સાથે કઇ રીતે સાંકળી શકાય તે અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. ઉપરાંત ટેક્ષ, વોર એન્‍ડ કેશ સાઇબર સિકયુરીટી, હેલ્‍થકેર સહિતના વિષયો ઉપર જુદા જુદા સેશન યોજાયા હતાં.

આ તકે ડેટ્રોઇટ ફલાઇંગ કાર્સ ચિફ એકઝીકયુટીવ શ્રી સંજય ધાલ તથા Dezai LLC ફાઉન્‍ડર અને CEO શ્રી મેહૂલ દેસાઇએ મુખ્‍ય વકતા તરીકે હાજરી આપી હતી.

કોન્‍ફરન્‍સમાં એવોર્ડ વિતરણ, બોલીવુડ એન્‍ટરટેઇનમેન્‍ટ સહિતના આયોજનો કરાયા હતાં. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(9:14 pm IST)