Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

દિલ્હીના માર્ગો પર જારી છે સંગ્રામઃ કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો અડગઃ હક્ક માંગવા આવ્યા છીએ ભીખ માંગવા નહિ

કૃષિબીલ ખેડૂત વિરોધી છેઃ બીલ પાછું ખેંચાવુ જોઈએ

નવી દિલ્હી, તા. ૩૦ :. દિલ્હીના બુરાડી ડીડીએ મેદાનમાં કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો અડગ રહ્યા છે. ખેડૂતોનું કહેવુ છે કે અમે હક્ક માંગવા આવ્યા છીએ ભીખ માંગવા નહિ. તેઓએ એક સ્વરે કહ્યુ છે કે કૃષિ બીલ ખેડૂત વિરોધી છે. દેશને અન્ન આપતો ખેડૂત આજે આ ઠંડીમાં પોતાની લડાઈ લડવા માટે રસ્તા પર ઉતર્યો છે. અમે બીલ પાછુ નહી ખેંચાય ત્યાં સુધી પાછા નહિ ફરીએ. ખેડૂતોનું કહેવુ હતુ કે ઘર ખર્ચથી લઈને બાળકોના અભ્યાસ, દિકરીઓના લગ્ન અને બધા કામ માટે પોતાના પાકના વેચાણ પર નિર્ભર છીએ. પરંતુ આ કાનૂન બાદ અમે અમારૂ નિયંત્રણ ગુમાવી દેશું. બુરાડીના મેદાનમાં ખેડૂતોએ સરકાર વિરોધી માર્ચ કાઢી હતી અને નારા લગાવ્યા હતા. એક જગ્યાએ ભેગા થઈ સભા પણ યોજી હતી. અમે જંતરમંતર જવા ભેગા થયા છીએ પરંતુ અમને જવા દેવાતા નથી. અમે શાંતિપૂર્વક આંદોલન કરવા માંગીએ છીએ.

ખેડૂતોએ બીનશરતે વાટાઘાટોની તૈયારી દર્શાવી છે. આજે સવારે પણ ખેડૂતોના ધરણા ચાલુ હતા. સિંધુ બોર્ડર પર સવારે નાસ્તો બનાવ્યો અને બધા દેખાવકારોને આપ્યો હતો. ખેડૂતો પુરી તૈયારી સાથે આવ્યા છે. મહિલાઓ પણ આવી છે. ટ્રેકટરોમાં સુવાથી લઈને રસ્તાના કિનારે ન્હાવા સુધીની પરેશાનીઓ છતા તેઓ અડગ છે.

(10:33 am IST)