Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સર્વ મંગલ માંગલ્‍યે શિવે સર્વાથ સાધિકે શરણો ત્ર્યબંકે ગૌરી નારાયણી નમોસ્‍તુતે

નોરતુ ૫મું : યા દેવી શકિતરૂપેણ સંસ્‍થિતાં

આપણા પુરાણોમાં અને શાષામાં કહેવાયા પ્રમાણે જયારે પૃથ્‍વીપર અસુરોએ હાહાકાર મચાવ્‍યો અને ત્રીલોકમાં પોતાનું આધિપત્‍ય સ્‍થાપી સર્વત્ર ત્રાસ ફેલાવવા માંડયો ત્‍યારે સમગ્ર દેવલોકની વિનંતીથી અને પ્રાર્થનાથી જુદા-જુદા દેવોની શકિતઓ ભેગી થઇ તેમાથી દેવીશકિત જગદંબાનુ પ્રાગટય થયું આ દેવીશકિતએ સમગ્ર અસુરોને હણીને આસુરી શકિતનો નાશ કર્યો અને ત્રીલોક માં શાંતિ સ્‍થાપી દેવીના આ અણમોલ કૃત્‍યનો આભાર માનવા માટે દેવો તેમની સ્‍તૃતી દ્વારા અને માનવ લોકમાં પોતાની ભકિત થાય માનુ પુજન અર્ચન કરી નવરાત્રી મહોત્‍સવની ઉજવણી કરવામાં આવે છે

દેવીએ આસુરી શકિતના નાથ સાથે માનવ જાતને વરદાન આપ્‍યું છે કે જયારે જયારે પૃથ્‍વી પર આસુરી શકિત વધી જશે, નિર્દોષ લોકો પર ત્રાસ ફેલાશે લોકો દુરાચારી, કામ, ક્રોધ, મોહ યુકત બનીને પોતાના સવાર્થ માટે અન્‍યને હાનિ પહોચાડશે અજ્ઞાન અને નકાારત્‍મકતા વધી જશે ત્‍યારે ત્‍યારે આ બધાનો નાશ કરવા માટે ચંડીએ કે દુર્ગા રૂપ. આવીશ અને દુતોનો નાશ કરીશ.

નવરાત્રી દરમ્‍યાન આપણે સહુએ પણ માના આદેશ મુજબ સારૂ આચરણ સારા વિચારો વિધેયાત્‍મક ચિંતત, બીજાનુ કલ્‍યાણ  કરવાની ભાવના અને હકારાત્‍મક જીવન શૈલી અપનાવી માની આરાધના કરીએ તો માં અવશ્‍ય ખુશ થશે. સ્‍વાર્થી અને સંકુચીત મનોવૃતિ છોડી સદ્દભાવ ફેલાવીએ પરસ્‍પર પ્રેમ, કરૂણા અને સત્‍યનુ આચરણ કરી આપણે પોતે પણ ખુશ રહીએ અને સમગ્ર જગતના લોકો પણ સુખી થાય તેવી ભાવના કેળવીએ તો એ માની સાચી ભકિત કરી ગણાશે સમાજના નબળા અને કચડાયેલા વર્ગના કલ્‍યાણ માટે સમય આવ્‍યે આપણે દુર્ગારૂપ ધારણ કરીએ અને દીન હીન ગરીબ બિમાર, વૃધ્‍ધો પરત્‍વે આપણા વલણમાં ઉમાની જેમ કારૂણ્‍ય સભર રહે તોજ માં આપણી પર ખુશ થશે તો સમસ્‍ત જગતના કલ્‍યાણની ભાવના હૃદયમાં ભરી  માં જગતજનની આરાધના કરીએ એજ સાચી નવરાત્રીની ઉજવણી ગણાશે.

દીપક એન. ભટ્ટ

(10:10 am IST)