Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

પીએમ ફ્રી સિલાઇ મશીન યોજના : 20 થી 40 વર્ષની ઉંમરની મહિલાઓને સિલાઇ મશીન લેવા માટે એકપણ રૂપિયો ખર્ચવો નહી પડે

આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે આધાર કાર્ડ, જન્મ તારીખનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિકલાંગો માટે વિશિષ્ટ વિકલાંગતા આઇડી અને વિધાવાઓ માટે વિધવા પ્રમાણપત્રની જરૂર પડશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર એવી ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં સામાન્ય જનતાને સીધો અને મોટો ફાયદો મળે છે. આ ક્રમમાં ફ્રી સિલાઇ મશીન યોજના 2022 અંતગર્ત મહિલાઓને ફ્રી સિલાઇ મશીન આપવામાં આવી રહ્યું છે, જેના માટે તેમને એક અરજી કરવાની જરૂર છે. આ યોઅજ્ના દરેક રાજ્યની 50,000 મહિલાઓની સુવિધા માટે બનાવવામાં આવી છે.

મહિલાઓ બનશે આર્થિક સ્વતંત્ર

પીએમ ફ્રી સિલાઇ મશીન યોજના દેશની મહિલાઓને આર્થિક રૂપથી સ્વતંત્ર બનવાની તક આપે છે. ભારતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી આ યોજના એક સારો નિર્ણય સાબિત થશે. પીએમ ફ્રી સિલાઇ મશીન યોજના 2022 અંતગર્ત 20 થી 40 વર્ષની ઉંમરની મહિલાઓને સિલાઇ મશીન લેવા માટે એકપણ રૂપિયો ખર્ચવો નહી પડે.

આ દસ્તાવેજની પડશે જરૂર

આ યોજના અંતગર્ત ગામડા અને શહેરની મહિલાઓ સામેલ છે. આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે (Documents) આધાર કાર્ડ, જન્મ તારીખનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિકલાંગો માટે વિશિષ્ટ વિકલાંગતા આઇડી અને વિધાવાઓ માટે વિધવા પ્રમાણપત્રની જરૂર પડશે.

કેવી રીતે કરશો અરજી?

- સૌથી પહેલાં તમે તેની સત્તાવાર વેબસાઇટ www.india.gov.in પર જાવ.

- હવે હોમ પેજ પર સિલાઇના ફ્રી સપ્લાય માટે અરજીપત્રના લિંક પર ક્લિક કરો.

- હવે તમે અરજી પત્ર (Application Letter) ને પીડીએફ પ્રિંટ આઉટ નિકાળી દો.

- હવે તેમાં તમારી ડિટેલ્સ ભરી દો.

- છેલ્લે તમારા ડોક્યૂમેન્ટને અટેચ કરો.

અરજી પત્રની થશે તપાસ

ધ્યાન રહે યોજનાનો લાભ પત્રોને મળ્યા બાદ તેના માટે સરકાર તમારી અરજી બાદ તેની તપાસ કરશે. અરજી પત્ર સબમિટ કર્યા બાદ કાર્યાલય અધિકારી દ્વારા તમારા ફોર્મની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ તમને મફત સિલાઇ મશીન આપવામાં આવશે.

(4:27 pm IST)