Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સ્વિઝરલેન્ડમાં શર્માજીના સમોસા વેચવા દુકાનના બોર્ડ પર લખ્યા સેક્સી શબ્દો :તસ્વીર થઇ વાયરલ

ભારતીએ બે ગજબના બોર્ડ લગાવ્યા :પહેલા બોર્ડમાં લખ્યું-ખાતા ખાતા ચરમસીમા આવી જશે: બીજા બોર્ડમાં લખ્યું-કડક ચડ્ડીફાડ ચા :વિચિત્ર માર્કેટિંગ તકનીકથી સોશિયલ મીડિયા પર લોકોને હસાવ્યા

 

  સ્વિટ્ઝર્લેન્ડની એક નાસ્તાની દુકાને સરળ છતાં સ્વાદિષ્ટ નાસ્તાના વેચાણની તેની વિચિત્ર માર્કેટિંગ તકનીકથી સોશિયલ મીડિયા પર લોકોને હસાવ્યા છે.

નવનીતે ટ્વિટર પર શેર કરેલી આ પોસ્ટમાં એક બેનર બતાવવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે, "શર્માજી કે સ્પેશિયલ સમોસા. ખાતા ખાતા ચરમસીમા આવી જાય. સમોસાની કિંમત 9.90 સ્વિસ ફ્રાન્ક (આશરે 779 રૂપિયા) છે.

  આ પોસ્ટને 3000થી વધુ લાઇક્સ અને ઘણી કમેન્ટ્સ મળી રહી છે. એક ટ્વિટર યુઝરે ઇન્ટરલેકન રેલ્વે સ્ટેશનની બહાર દુકાનની સામે લીધેલો વિગતવાર ફોટો પણ શેર કર્યો છે. તેમાં બીજું બોર્ડ છે જે "ચડ્ડીફાડ" ચાનો કપ પીરસવાનું વચન આપે છે!

(11:57 pm IST)