Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

આફ્રિકાની ખાણમાંથી મળી આવેલા વિશ્વના સૌથી મોટા ડાયમંડની હરાજી : અબજો રૂપિયામાં વેચાયો

ડાયમંડને જોતા એક સાથે અંતમાં ચાર ખરીદદારો વચ્ચે લાંબી બોલી ચાલી હતી. 8 મિનિટની બોલી બાદ 15.10 કેરેટના આ ધ ડી બીયર્સ કલિનન બ્લૂનું વેચાણ થયું

આફ્રિકાની ખાણમાંથી મળી આવેલા વિશ્વના સૌથી મોટા ડાયમંડની હરાજી કરવામાં આવી હતી. સૌધેબીની હરાજીમાં આ ડાયમંડ વેચવામાં આવ્યો છે. સૌથી મોટા આ બ્લ્યૂ ડાયમંડની કિંમત 4.37 અબજ એટલે કે 437 કરોડ છે. આ હરાજી હોંગકોંગમાં કરવામાં આવી હતી. આ ડાયમંડને જોતા એક સાથે અંતમાં ચાર ખરીદદારો વચ્ચે લાંબી બોલી ચાલી હતી. 8 મિનિટની બોલી બાદ 15.10 કેરેટના આ ધ ડી બીયર્સ કલિનન બ્લૂનું વેચાણ થયું હતું. આ દુર્લભ હીરો 2021માં દક્ષિણ આફ્રિકાની અંદર કલિનની ખાણમાંથી મળી આવ્યો હતો.

વેચાયેલા અત્યાર સુધીના વિશ્વના સૌથી મોટા હીરાની હરાજીમાં તેની ગણના કરવામાં આવી છે.ડી બીયર્સ કુલીનન બ્લુ ડાયમંડ 15.10 કેરેટ છે. તે 57.5 મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યું હતું, જે તે વિશ્વનો સૌથી મોંઘો હીરો બનવાથી થોડે જ દૂર હતો.

હીરા વિશ્વની સૌથી મૂલ્યવાન વસ્તુઓમાંની એક છે. પારદર્શક ઉપરાંત, આ હીરા ઘણા રંગોના છે, જેની કિંમત કરોડોમાં છે. વિશ્વના સૌથી મોટા વાદળી હીરાની હરાજી કરવામાં આવી હતી, જેની કિંમત ડેલર 57.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 4.4 અબજ રૂપિયા છે

ફાઇન આર્ટ્સ કંપની સોથેબીઝે હોંગકોંગમાં આ હીરાની હરાજી કરી હતી. સોથેબીઝના જણાવ્યા અનુસાર, 15.10-કેરેટ સ્ટેપ કટ રત્નનું નામ ધ ડી બીયર્સ કુલીનન બ્લુ ખવામાં આવ્યું છે. ચાર ખરીદદારો વચ્ચે બોલીમાં આઠ મિનિટ સુધી બોલી બોલાઈ હતી. એક અજાણ્યા ખરીદદારે ફોન કરીને હીરા માટે 48 મિલિયન ડોલરની સૌથી વધુ બોલી હતી.

(11:43 pm IST)