Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

દિલ્હીમાં પત્રકાર પર હુમલો : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબ પોલીસે પત્રકાર સાથે ગેરવર્તન કર્યું ,ધક્કો માર્યો ,અને મારપીટ કર્યાની ફરિયાદ

ન્યુદિલ્હી : 26 એપ્રિલે દિલ્હીની હોટલ ઈમ્પીરિયલમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબ પોલીસે પત્રકાર સાથે ગેરવર્તન કર્યું હતું, ધક્કો માર્યો હતો અને મારપીટ કરી હતી.તેવો આરોપ છે.

પત્રકારે દિલ્હી પોલીસ કમિશનર, દિલ્હી પોલીસને ફરિયાદ આપી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી. દિલ્હી પોલીસ ટૂંક સમયમાં પંજાબ પોલીસના તે પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી શકે છે.

દિલ્હી પોલીસે પંજાબ પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દિલ્હીમાં કેસ નોંધ્યો છે. આ પોલીસ કર્મચારીઓ પર પત્રકાર સાથે કથિત રીતે મારપીટ અને ગેરવર્તન કરવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

પીડિત પત્રકારનો આરોપ છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને પણ તેમની સાથે બનેલી આ ઘટનાની માહિતી મળી હતી, પરંતુ તેઓએ આરોપી પોલીસ કર્મચારીઓને કંઈ કહ્યું ન હતું. તેણે કહ્યું કે હું પોલીસને વિનંતી કરું છું કે ઈમ્પીરીયલ હોટલના સીસીટીવી કેમેરા કબજે કરીને હુમલો કરનાર પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે. આ સાથે આરોપી પોલીસ કર્મચારીઓને ચૂપચાપ સમર્થન કરનારા ભગવંત માન અને અરવિંદ કેજરીવાલને પણ આરોપી બનાવવો જોઈએ.

નોંધનીય છે કે દિલ્હી અને પંજાબે તાજેતરમાં નોલેજ શેરિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે જેના હેઠળ બંને રાજ્યોના લોકો પ્રગતિ માટે એકબીજાના સારા કાર્યો શીખશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન સરદાર ભગવંત માનએ મંગળવારે આ જ્ઞાન વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા. સમજૂતી બાદ કેજરીવાલ અને ભગવંત માને દિલ્હીની એક હોટલમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:54 am IST)