Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

યુક્રેન અંગે અમેરિકા ભારતના સંપર્કમાં સતત રહેશે તેમજ ચર્ચા ચાલુ રાખશે : વ્હાઇટ હાઉસ

આગામી મહિને જાપાનમાં યોજાનારી ક્વોડ દેશોની પરિષદ સમયે પણ ભારત સાથે ચર્ચા કરવામાં આવશે.

નવી દિલ્હી : અમેરિકાએ જણાવ્યું છે કે યુક્રેન યુદ્ધ અંગે અમેરિકા ભારતના સંપર્કમાં સતત રહેશે તેમજ આગામી મહિને જાપાનમાં યોજાનારી ક્વોડ દેશોની પરિષદ સમયે પણ ભારત સાથે ચર્ચા કરવામાં આવશે.

આ માહિતી આપતાં વ્હાઇટ હાઉસનાં પ્રેસી. સેક્રેટરી જેન પાસ્કીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ભારતે, યુદ્ધ દરમિયાન યુક્રેનવાસીઓને બહુ આયામી સહાય ઘણી વખત કરી છે. તેમાં (રશિયા પરના) પ્રતિબંધો અને બહુવિધ સહાય પણ આવરી લેવામાં આવ્યા છે.

પાસ્કીએ વધુમાં જણાવ્યું હતું કે તમે જાણો જ છો કે યુક્રેનને સહાય કરવા માટેના અમારા અભિગમ વિષે અમે ભારતના નેતાઓ સાથે ઘણીવાર ચર્ચા કરી છે પછી તે પ્રતિબંધો અંગે હોય કે, કઠોર પ્રતિબંધ સમુહો અંગે હોય.

પત્રકારો સાથેની વાતચીતમાં ક્વોડ સભ્યો અંગે જ્યારે તેઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે આ કાર્યમાં તેઓ પણ મહત્ત્વના સહભાગી છે, અને રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનિયન્સને સહાય કરી જ રહ્યા છે.

તે સર્વ વિદિત છે કે પ્રમુખ બાયડન ૨૨થી ૨૪ એપ્રિલ દરમિયાન જાપાનની મુલાકાતે જવાના છે. આથી જાપાને ક્વોડ દેશોની પરિષદ માટે તા. ૨૪મી એપ્રિલ નિશ્ચિત કરી છે. તેમ જાપાનના ચીફ કેબિનેટ સેક્રેટરી હીરોકાઝુ માત્સુનોએ ગુરૂવારે કહ્યું હતું કે સાથે જણાવ્યું હતું કે બાયડન તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન ફ્યુમીયો ક્રીશીદા સાથે તા. ૨૩મીએ મંત્રણા કરવાના છે.

 

(12:00 am IST)