Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકટર ગ્રીમ સ્વાને પંજાબ કિંગ્સ ટીમના ખેલાડી અર્શદીપ સિંહના કર્યા વખાણ

અર્શદીપ સિંહે IPL 2022 ની 9 મેચોમાં પંજાબ કિંગ્સ માટે 7.74ના ઇકોનોમી રેટ અને 69.67ની એવરેજથી 3 વિકેટ લીધી

મુંબઈ :ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હાલ પંજાબ કિંગ્સ ટીમ પ્લે ઓફની રેસમાં બની રહેવા માટે મહેનત કરી રહી છે. ત્યારે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર ગ્રીમ સ્વાનનું માનવું છે કે પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે વસ્તુઓને સરળ રાખવી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેથ ઓવર દરમિયાન તેની સફળતા માટે સારી રહેશે. પંજાબ કિંગ્સ ટીમના અર્શદીપ સિંહે 8 મેચોમાં માત્ર 3 વિકેટ ઝડપી હોવા છતાં તેણે પંજાબ માટે ડેથ ઓવરો દરમિયાન 5.66 ના ઇકોનોમી રેટ સાથે અસાધારણ બોલિંગ કરી હતી. જે વર્તમાન ટુર્નામેન્ટમાં બોલર દ્વારા સર્વશ્રેષ્ઠ છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર ગ્રીમ સ્વાને કહ્યું, “તે ડેથ ઓવરોમાં સારી ગતિથી બોલિંગ કરી રહ્યો છે. આ દરમિયાન બેટ્સમેનોને ફટકારવું મુશ્કેલ બની જાય છે અને અમે જોયું કે રાહુલ તેવટિયા અને રાશિદ ખાને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શું કર્યું. અર્શદીપ ખરેખર સારો બોલર છે.”

ગ્રીમ સ્વાનને એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, “તે (અર્શદીપ સિંહ) ખૂબ જ અલગ બોલિંગ કરતો નથી, પરંતુ તેની પાસે ખૂબ જ સારો યોર્કર છે અને તે તેનો સારી રીતે ઉપયોગ કરે છે. આ સિવાય તે પોતાની બોલિંગને સરળ રાખે છે જેના કારણે તેને સફળતા મળી રહી છે.

પંજાબ કિંગ્સ ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 11 રને જીત નોંધાવી અને શુક્રવારે પુણેના એમસીએ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની તેમની મેચ પહેલા સ્વાન ઈચ્છે છે કે મયંક અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ તેમનો આક્રમક અભિગમ છોડીને મિશ્ર પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સામે પંજાબે ઈનિંગની છેલ્લી ઓવરમાં વિકેટ બચાવીને વિસ્ફોટક બેટિંગ કરી હતી. જેના પરિણામે તેમના આક્રમક બેટ્સમેનોએ સિનિયર ઓપનર શિખર ધવનને ટેકો આપ્યો હતો, જેણે 59 બોલમાં અણનમ 88 રન બનાવ્યા હતા.

(11:39 pm IST)