Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ટોમ ક્રૂઝ સ્ટારર ‘મિશન ઈમ્પોસિબલ 7’નું સત્તાવાર ટાઈટલ જાહેર :આવતા વર્ષે આ ફિલ્મ રિલીઝ થશે

મિશન ઇમ્પોસિબલ’ ફ્રેન્ચાઇઝીના સાતમા હપ્તામાં એથન હન્ટ તરીકે પરત ફરશે, જેનું શીર્ષક ‘મિશન ઇમ્પોસિબલ – ડેડ રેકનિંગ પાર્ટ વન’ જાહેર

મુંબઈ :હોલીવુડ ફેમસ સ્ટાર ટોમ ક્રૂઝ  ‘મિશન ઇમ્પોસિબલ’ ફ્રેન્ચાઇઝીના સાતમા હપ્તામાં એથન હન્ટ તરીકે પરત ફરશે, જેનું શીર્ષક ‘મિશન ઇમ્પોસિબલ – ડેડ રેકનિંગ પાર્ટ વન’ જાહેર કરવામાં આવ્યું છે. પેરામાઉન્ટ પિક્ચર્સે થિયેટર માલિકો માટે વાર્ષિક ટ્રેડ શો, સિનેમાકોન ખાતે ગઈકાલે પ્રસ્તુતિ દરમિયાન ટેન્ટપોલનું સત્તાવાર શીર્ષક જાહેર કર્યું હતું. વેરાયટી મેગેઝીનના અહેવાલ મુજબ, અભિનેતા ટોમ ક્રુઝ, જે સામાન્ય રીતે લાસ વેગાસમાં દરેક ઇવેન્ટમાં નિયમિત હાજરી આપે છે, તે આ વખતે હાજર ન રહ્યો હતો. જો કે, કોવિડ- 19ને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ એક વર્ષ પાછળ ધકેલી દેવામાં આવી હતી.

તે પહેલાં, એક ઇવેન્ટમાં ટોમ ક્રુઝએ જણાવ્યું હતું કે, તે નોર્વેમાં એક ખડક પરથી મોટરસાઇકલ ચલાવવા માટે સૌથી વધુ ઉત્સાહિત હતો, આ દિલધડક સ્ટેન્ટને તેણે તેનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક સ્ટન્ટ ગણાવ્યો હતો.

આગામી તા. 27 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ‘ટોપ ગન: માવેરિક’નું ટીઝર સામાન્ય દર્શકો જોઈ શકશે. જ્યારે ‘MI7’ માટે પ્લોટની વિગતો મોટાભાગે અસ્પષ્ટ જોવા મળી છે. ત્યારે ફિલ્મનું કેરેક્ટર હન્ટ અને તેની ટીમ ફરીથી સંભવિત ખતરાનો સામનો કરી રહી છે. આ ટ્રેલર એક્શનથી ભરપૂર ફૂટેજથી ભરેલું છે, જેમાં પાટા પરથી ઉડતી જૂની દેખાતી ટ્રેનો, બાયોકેમિકલ હથિયારોના ઘાતક કાલા રંગના વાદળો અને ઘણી બધી લડાઇના ફુટેજનો સમાવેશ થાય છે.

ટોમ ક્રુઝે પેરામાઉન્ટની ત્રણ કલાકની આ પ્રેઝન્ટેશનમાં જોરદાર સ્પ્લેશ આપ્યો છે. સ્ટુડિયોએ તેનો લગભગ આખો સમય તેની બીજી હાઈ-પ્રોફાઈલ બ્લોકબસ્ટર, ટોપ ગન: મેવેરિક, 1986ની એક્શન એડવેન્ચરની સિક્વલની સ્ક્રીનિંગ માટે સમર્પિત કર્યો છે. આવતા મહિને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગમાં વિશાળ પડદે પ્રેક્ષકો પ્રથમ વખત આ ફિલ્મ જોશે.

ક્રિસ્ટોફર મેકક્વેરીએ 2015ના ‘રોગ નેશન’ અને 2018ના ‘ફોલઆઉટ’ પ્રોજેક્ટ્સ બાદ, ફ્રેન્ચાઇઝીના પાંચમા અને છઠ્ઠા હપ્તા ચલાવ્યા પછી મિશન: ઇમ્પોસિબલ 7નું નિર્દેશન કર્યું છે. લાંબા સમયથી ચાલતી આ મુવી શ્રેણીમાં સૌથી વધુ કમાણી કરનારી મિશન ઇમ્પોસિબલ 7ની એન્ટ્રી બની હતી, જેણે વૈશ્વિક બોક્સ ઓફિસ પર લગભગ $800 મિલિયનની કમાણી કરી હતી.

આ લોકપ્રિય મુવી ફ્રેન્ચાઈઝીમાં નવા આવનારા કલાકારોમાં હેલી એટવેલ, પોમ ક્લેમેન્ટિફ, શિયા વિઘમ, ઈસાઈ મોરાલેસ, રોબ ડેલાની, ચાર્લ્સ પાર્નેલ, ઈન્દિરા વર્મા, માર્ક ગેટીસ અને કેરી અલ્વેસનો સમાવેશ થાય છે. કોવિડ -19 દરમિયાન, ઘણી વખત વિલંબિત થયેલી , ‘MI7’ 14 જુલાઈ, 2023ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થવાની છે. જયારે ‘ડેડ રેકનિંગ પાર્ટ ટુ’ ફિલ્મ 28 જૂન, 2024ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

(9:58 pm IST)