Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

રાહુલ ગાંધી સામે વાયનાડથી ભાજપના ઉમેદવાર સુરેન્દ્રન સામે 242 ફોજદારી કેસ

ભાજપના પ્રદેશ પ્રમુખ સુરેંદ્ર્ન સામેના કેસોની સંખ્યામાંથી 237 કેસ સબરીમાલા વિરોધ સાથે સંબંધિત છે

ભારતીય જનતા પાર્ટીએ કેરળ એકમના અધ્યક્ષ કે સુરેન્દ્રનને વર્તમાન સાંસદ રાહુલ ગાંધી સામે વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. તેની સામે 242 ગુનાહિત કેસ છે. કાયદાકીય અનિવાર્યતાઓને કારણે, સુરેન્દ્રને તાજેતરમાં પક્ષના મુખપત્રમાં તેમના કેસોની વિગતો પ્રકાશિત કરી હતી. તેમના કેસનો ત્રણ પાનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

     તેવી જ રીતે, બીજેપીના એર્નાકુલમ મતવિસ્તારના ઉમેદવાર કેએસ રાધાકૃષ્ણન વિરુદ્ધ લગભગ 211 કેસ છે. જ્યારે સુરેન્દ્રન સામેના કેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાર્ટીના રાજ્ય મહાસચિવ જ્યોર્જ કુરિયને કહ્યું, “મોટાભાગના કેસો 2018માં સબરીમાલા વિરોધ સાથે સંબંધિત છે. જ્યારે પાર્ટીના નેતાઓ વિરોધ પ્રદર્શન માટે બોલાવે છે, ત્યારે પોલીસ તે સંદર્ભમાં કેસ નોંધે છે.

   ભાજપના પ્રદેશ પ્રમુખ સામેના કેસોની સંખ્યાની વિગતો આપતા કુરિયને જણાવ્યું હતું કે 237 કેસ સબરીમાલા વિરોધ સાથે સંબંધિત છે, જ્યારે પાંચ કેરળમાં વિવિધ આંદોલનોના સંદર્ભમાં નોંધાયેલા છે.

  પથાનમથિટ્ટા જિલ્લામાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવાના કેરળ સરકારના નિર્ણય સામે 2018માં ભાજપ અને તેના સંલગ્ન સંગઠનોએ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યા હતા

કુરિયને કહ્યું કે ઉમેદવારો સામેના કેસોની વિગતો જાહેર કરવી ફરજિયાત છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે 'X' પર એક પોસ્ટમાં સુરેન્દ્રન, રાધાકૃષ્ણન, પાર્ટીના અલપ્પુઝા ઉમેદવાર શોભા સુરેન્દ્રન અને વાટાકરાના ઉમેદવાર પ્રફુલ્લ કૃષ્ણ સામેના કેસની વિગતો આપતાં તેમણે કહ્યું કે, "ભારતના કેટલાક ભાગોમાં રાષ્ટ્રવાદી બનવું મુશ્કેલ છે

(12:47 am IST)