Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જેટ ફ્રેઇટ લોજિસ્‍ટિક્‍સનો રૂા. 37.70 કરોડનો રાઇટ્‍સ ઇશ્‍યુ કાલે બંધ થશે

મુંબઈ,તા.30: પેરિશેબલ કાર્ગો ક્ષેત્રે વિશેષતા ધરાવતી અગ્રણી અને વિશ્વસનીય ટેક્‍નોલોજી-સંચાલિત ફ્રેઈટ ફોરવર્ડિંગ કંપનીમાંની એક જેટ ફ્રેઈટ લોજિસ્‍ટિક્‍સ લિમિટેડ તેનો રૂ. 37.70 કરોડનોરાઈટ્‍સ ઈશ્‍યૂ લોન્‍ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની વેરહાઉસની ખરીદી, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, નવા ભૌગોલિક વિસ્‍તારોમાં પ્રવેશ કરવા અને સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્‍તરણ યોજનાઓ માટે ભંડોળનો ઉપયોગ કરવાનું આયોજન કરી રહી છે. કંપનીએ રાઇટ્‍સ હક મેળવવા માટે હકદાર ઇક્‍વિટી શેરધારકોને નક્કી કરવાના હેતુથી 11 જાન્‍યુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. કંપનીના રાઇટ્‍સ ઇશ્‍યૂની કિંમત શેર દીઠ રૂ. 16.25 છે.

કંપનીનો રાઇટ્‍સ ઇશ્‍યૂ 20 જાન્‍યુઆરીએ ખુલશે અને 31 જાન્‍યુઆરીએ બંધ થશે. રાઇટ્‍સ હકોના માર્કેટ ત્‍યાગની છેલ્લી તારીખ 25 જાન્‍યુઆરી, 2023 છે. કંપની રૂ. 5ની ફેસ વેલ્‍યુના 2,32,01,892 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્‍વિટી શેર ઇશ્‍યૂ કરશે જેની ઇશ્‍યૂ કિંમત રૂ. 16.25 પ્રતિ ઇક્‍વિટી શેર (ઇક્‍વિટી શેર દીઠ રૂ. 11.25ના પ્રીમિયમ સહિત) છે. રાઈટ્‍સ ઈશ્‍યૂનું કુલમૂલ્‍ય રૂ. 37.70 કરોડ છે. સૂચિત ઈશ્‍યૂ માટે રાઇટ્‍સ એન્‍ટાઇટલમેન્‍ટ રેશિયો 1:1 (ઇક્‍વિટી શેરધારકો દ્વારા રાખવામાં આવેલા દરેક 1 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્‍વિટી શેર માટે 1 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્‍વિટી શેર) રાખવામાં આવ્‍યો છે.

(12:03 pm IST)