Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલી દરમિયાન નજીકના આકાશમાં વિમાન આવી ચડતા હડકંપ : પ્રેસિડેન્ટની સુરક્ષા માટે કાર્યરત એફ 16 ફાઈટર જેટ વિમાને તાત્કાલિક પેસેન્જર વિમાનને દૂર ખદેડયું

એરિઝોના : અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના બીજી ટર્મના ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એરિઝોના ખાતે ચૂંટણી રેલીમાં ઉદબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક એક પેસેન્જર  વિમાન નજીકના આકાશમાં આવી ચડતા હડકંપ મચી જવા પામેલ.પ્રેક્ષકોનું ધ્યાન ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળવાને બદલે  વિમાન તરફ જવા લાગ્યું હતું.

આ સમયે પ્રેસિડેન્ટની સુરક્ષા માટે કાર્યરત એફ 16 ફાઈટર વિમાન તુર્તજ આવી ગયું હતું અને પેસેન્જર  વિમાનને દૂર ખદેડી દીધું હતું.પ્રચાર સ્થળ ઉપર ફાઈટર પ્લેનને જોઈને ટ્રમ્પ પણ અચંબામાં મુકાઈ ગયા હતા.બાદમાં પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)
  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST