Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

૧ સપ્તાહમાં ૨૦ લાખથી વધુ કેસ

યુરોય ફરી લોકડાઉન-નિયંત્રણો ભણી

ફાંસ -જર્મની -બ્રિટન-બેલ્જીયમ સહિતના દેશોમાં ફરી કોરોના કહેર

લંડન,તા. ૨૯: વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં ગયા એક અઠવાડીયામાં ૨૦ લાખ નવા કેસો નોંધાયા છે. અને કોરોનાની બીજી લહેરને રોકવા માટે યુરોયમાં નવા પ્રતિબંધો અને લોકડાઉન તરફ જવાની ફરજ પડી છે. જોન હોપ્કીન્સ યુનિવર્સિટીના આંકડાઓ અનુસાર વૈશ્વિક કોરોના કેસનો આંકડો ૪ કરોડ ૪૦ લાખથી ઉપર પહોંચી ગયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બુધવારે ફ્રાંસના રાષ્ટ્રપિતએ રાષ્ટ્રને કરેલ સંબોધન અનુસાર કદાચ ફ્રાંસમાં ૧ મહીનો લાંબુ લોકડાઉન આવી શકે છે. જર્મન અન્સેલર એન્જેલા મર્કેલે દેશના પ્રીમયરો સાથે બુધવારે થયેલી કોન્ફરન્સમાં દેશમાં પાર્શીયલ લોકડાઉન અને બાર તથા રેસ્ટોરન્ટોને ૨ થી ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવા સંમતિ આપી છે. સુત્રો અનુસાર, આ સમયગાળામાં દુકાનો અમુક શરતો અને કડક સોશ્યલ ડીસ્ટન્સીંય સાથે ચાલુ રાખી શકાશે.

ઘણા દેશોમાં મોતના અને રોજના સંક્રમણના રેકોર્ડ બ્રેક થઇ રહ્યા છે. જર્મનીમાં નવા ૧૪,૯૬૪ કેસ આવ્યા છે. રશીયામાં રોજના ૩૪૬ અને ઇરાનમાં રોજના ૪૧૫ મોત કોરોનાથી થઇ રહ્યા છે. અમેરિકામાં ગત સપ્તાહમાં ૫ લાખ નવા કેસો નોંધાયા છે. બેલ્જીયમમાં પરિસ્થિતી એનાથી પ વધારે ખરાબ થઇ છે. ત્યારે કોરોના પોઝીટીવ ડોકટરો અને નર્સોને પણ જ્યાં સુધી લક્ષણો ન દેખાય ત્યાં સુધી કામ કરવાનું કહેવાયું છે. બેલ્જીયમની હોસ્પિટલોમાં માર્ભ ૨૮ના રોજ જે સૌથી વધારે દર્દીઓનો આંકડો હતો તેનાથી પણ ૬૮૯ વધારે દર્દીઓ દાખલ છે. મંગળવારે ૩૬૭ વધુ મોત થતા બ્રીટીશ વડાપ્રધાન પર પણ નવાલોકડાઉનનું દબાણ વધ્યું છે.

(3:30 pm IST)