Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

ભાવ ઘટાડવા પર પાણીઢોળ :પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તોસામે લોકોના પગાર પણ વધ્યા જ છે:કેન્દ્રીય મંત્રીનું મોટુ નિવેદન

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું-મોદી દરમિયાન પેટ્રોલ - ડીઝલના ભાવમાં 80 નહી પણ, 30 ટકા ભાવ વધ્યો છે.

નવી દિલ્હી :કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ નિવેદન કરતા જણાવ્યુ છે કે, મોદી સરકાર દરમિયાન પેટ્રોલ - ડીઝલના ભાવમાં 80 નહી પણ, 30 ટકા ભાવ વધ્યો છે. તેમને એમ પણ કહ્યું હતું કે, જો પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થયો છે, તો સાથે લોકોના પગારમાં પણ વધારો થયો છે. 

હરદીપસિંહ પુરીએ જણાવ્યુ હતું કે, યુક્રેન યુદ્ધના કારણે પ્રતિ બેરલનો ભાવ 19.56 ડોલરથી વધીને 130 ડોલર પર પહોંચી ગયો છે. આ સાથે તેમને ગેરભાજપ સાશિત રાજ્યો પર પણ પ્રહારો કરતાં કહ્યુ હતુ કે, જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી, ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 થી 20 રૂપિયાનુ અંતર છે. દિવળીના સમયે ભાજપ શાસિત રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો હતો, પરંતુ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ જેવા રાજ્યોએ ભાવ નહોતો ઘટાડ્યો. 

હરદીપ પુરીએ રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા મુદ્દે જણાવ્યુ હતુ કે, જો વ્યાપારની તમામ શરતો બરાબર રહી, તો ભારત રશિયા પાસેથી ક્રુડની આયાત વધારી શકે છે. હાલમાં ભારત માત્ર 0.2 ટકા જ રશિયા પાસેથી ક્રુડ ખરીદે છે

(9:45 pm IST)