Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

સેન્સેક્સમાં ૪૬૦, નિફ્ટીમાં ૧૪૩ પોઈન્ટનો કડાકો થયો

FIIએ ગુરુવારે રૂ. ૭૪૩.૨૨ કરોડના શેર ખરીદ્યા : સેન્સેક્સના શેરોમાં એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ, વિપ્રો, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, મારુતિ, ટાઈટનમાં ઘટાડો નોંધાયો

મુંબઈ, તા.૨૯ ઃ શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ બંધ થતાં પહેલાં, એક્સિસ બેક્ન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસ જેવા શેરોમાં વેચવાલીને કારણે બીએસઈ  સેન્સેક્સ ૪૬૦.૧૯ પોઇન્ટ ઘટ્યો હતો. ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ મજબૂત શરૃઆત છતાં ૪૬૦.૧૯ પોઈન્ટ અથવા ૦.૮૦ ટકાના ઘટાડા સાથે ૫૭,૦૬૦.૮૭ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૫૭,૯૭૫.૪૮ ની ઊંચી અને ૫૬,૯૦૨.૩૦ ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (એનએસઈ નિફ્ટી) પણ ૧૪૨.૫૦ પોઈન્ટ્સ અથવા ૦.૮૩ ટકાના ઘટાડા સાથે ૧૭,૧૦૨.૫૫ પર બંધ થયો હતો. સેન્સેક્સના શેરોમાં એક્સિસ બેક્ન, પાવર ગ્રીડ, વિપ્રો, સ્ટેટ બેક્ન ઓફ ઈન્ડિયા, મારુતિ, ટાઈટન અને એનટીપીસી મુખ્ય ઘટ્યા હતા. તેનાથી વિપરીત કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, સન ફાર્મા, ટાટા સ્ટીલ અને ડો. રેડ્ડીઝ સહિતના અન્ય શેરો વધ્યા હતા. અન્ય એશિયન બજારોમાં હોંગકોંગનો હેંગસેંગ, ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ ઈન્ડેક્સ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી વધ્યો હતો. યુરોપના મુખ્ય બજારો બપોરના વેપારમાં ઉછળ્યા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૯૧ ટકા વધીને ૧૦૯.૬૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. શેરબજારના ડેટા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) એ ઘણા દિવસોના વેચાણ પછી ખરીદી કરી છે. એફઆઈઆઈએ ગુરુવારે રૃ. ૭૪૩.૨૨ કરોડના શેર ખરીદ્યા હતા.

 

 

આસામના વધુ એક કેસમાં જિજ્ઞેશ મેવાણીને જામીન

એક ટ્વીટ કેસમાં ધારાસભ્યની ધરપકડ કરાઈ હતી : આસામ કોર્ટે જામીન આપ્યાના એક કલાકમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ફરીવાર ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી, તા.૨૯ ઃ આસામના વધુ એક કેસમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને કોર્ટ તરફથી જામીન મળ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા બાદ બીજા એક કેસમાં પહેલાં જામીનના દિવસે જ તરત જ ધરપકડ કરવામાં આવી હતી. મેવાણીની અસમ પોલિસી એક ટ્વિટના કેસમાં ધરપકડ કરી હતી. ૨૫મી એપ્રિલે પીએમ મોદી અને આરએસએસ સંબંધિત કેસમાં આસામ કોર્ટે જામીન આપ્યા ના એક જ કલાકમાં ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ફરી ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર મેવાણીએ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કર્યા બટ્ઠદલ ફરી તેમની ધરપકડ આસામ પોલિસ દ્વારા કરવામાં આવી છે.

અપક્ષ ધારાસભ્ય મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ કથિત ટ્વીટ કરવાને કારણે આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિભિન્ન ધારાઓ અને આઈટી અધિનિયમ હેઠળ કેસ નોંધાયા બાદ ૨૨મી એપ્રિલ, બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરના સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં તેમણે પોતાના ટ્વીટમાં કથિત રીતે કહ્યું હતું કે, મોદી 'ગોડસેને ભગવાન માને છે'.

 

(8:25 pm IST)